સવારે ખાલી પેટે દૂધ પીવું ફાયદાકારક છે કે નુકસાન? જાણો દૂધ પીવાનો યોગ્ય સમય અને રીત
ઘણા લોકોના મનમાં તે સવાલ આવે છે કે શું સવારે ખાલી પેટ દૂધનું સેવન કરી શકીએ? તો આવો જાણીએ દૂધ પીવાનો સાચો સમય કયો છે?
નવી દિલ્હીઃ દૂધ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી છે તે આપણે બધા જાણીએ છીએ. દૂધ પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીન અને હેલ્ધી ફેટ જેવા જરૂરી મલ્ટી ન્યૂટ્રિએન્ટ્સ સારી માત્રામાં હોય છે. દૂધ પીવાથી નબળા હાડકાંમાં જીવ આવે છે, સ્નાયુઓને મજબૂતી મળે છે. શરીર એક્ટિવ રહે છે અને મગજ સારૂ ચાલે છે. તેમાં રહેલ વિટામિન ડી મગજનું કામકાજ સારૂ કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં તે સવાલ આવે છે કે શું સવારના સમયે ખાલી પેટ દૂધનું સેવન કરી શકીએ? તો આવો જાણીએ દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે.
તમે સવારના સમયે દૂધ પીવો કે રાતના સમયે તે વ્યક્તિગત પસંદ હોય છે. અમે તમને જણાવીએ કે સવારના સમયે ખાલી પેટ દૂધ પીવુ વ્યક્તિની સ્વાસ્થ્યની સ્થિતિ કેવી છે અને દૂધના પ્રકાર પર નિર્ભર રહે છે.
સવારે દૂધ પીવાના ફાયદા
સવારના સમયે દૂધ પીવાથી તમારૂ પાચન તંત્ર સારૂ થાય છે. સવારના સમયે દૂધ પીવાથી નબળા હાડકાંમાં જીવ આવે છે અને સ્નાયુઓ મજબૂત બને છે.
આ પણ વાંચોઃ તમે 30 દિવસ ચા ન પીવો તો શરીરમાં થાય આ ફેરફાર, જાણીને જાતે નક્કી કરો ચા પીવી કે નહીં
સવારના સમયે દૂધ પીવાના નુકસાન
કેટલાક લોકોને દૂધથી લેક્ટોઝની સમસ્યા થઈ શકે છે. જેનાથી પેટમાં દુખાવો, ઝાળા કે ગેસ થઈ શકે છે. ખાલી પેટ દૂધ પીવાથી એસિડિટી કે પેટમાં બળતરા થઈ શકે છે. જે લોકો ખાલી પેટ દૂધ પીવા ઈચ્છે છે તે ગરમ નહીં ઠંડુ દૂધ પીવે જેથી તે પાચનતંત્ર અને એસિડિટીની સમસ્યાનું કારણ ન બને.
જાણો દૂધ પીવાનો સાચો સમય અને રીત
સવારના સમયે તમે દૂધ પી શકો છો પરંતુ તેને પીતા પહેલા કેટલાક ફળ કે નાસ્તો કરો. દૂધને ક્યારેય ખાલી પેટ ન કરો, પરંતુ કેટલુંક ખાવાની સાથે. લો-ફેટ કે સ્કિમ્ડ દૂધ પીવું સારૂ હોય છે, ખાસ કરી જો તમારે વજન ઘટાડવું છે કે હાર્ટના સ્વાસ્થ્યની ચિંતા છે. રાત્રે સૂતા પહેલા દૂધ પીવું પણ ફાયદાકારક થઈ શકે છે, કારણ કે તે ઊંઘ સારી બનાવવામાં મદદ કરી શકે છે. સાથે ગરમ દૂધમાં હળદર મિક્સ કરી પીવો.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.