Diabetes: ડાયાબિટીસ હોય તે લોકો બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે તે માટે દવાઓની સાથે કેટલાક ઘરેલુ ઉપાય કરવામાં પણ માને છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર બ્લડ સુગર કંટ્રોલ કરવું હોય તો સૌથી વધારે જરૂરી છે કે દર્દી પોતાની જીવનશૈલી અને આહારનું ધ્યાન રાખે. તેના માટે ખાવા પીવામાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ જીવલેણ બને તે પહેલા આ 2 વસ્તુ ખાવાની કરી દો શરૂઆત


આજે તમને આવા જ એક ખાસ લોટ વિશે જણાવીએ. આ લોટ વિશે તમે આજ સુધી સાંભળ્યું નહીં હોય. ડાયાબિટીસના દર્દીઓ જો આ લોટનું સેવન કરે તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે આ લોટને ડાયટમાં સામેલ કરવો જોઈએ. 


આ પણ વાંચો: આ ફળ અને શાકભાજી દૂર કરી શકે છે હાર્ટ એટેકનું રિસ્ક, આજથી જ ડાયટમાં કરો સામેલ


જે લોટની અહીં વાત થઈ રહી છે તે છે ફણસનાનો લોટ. રિસર્ચમાં સામે આવ્યું છે કે ફણસનો લોટ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે. રોજ આ લોટની રોટલી ખાવાથી ટાઈપ ટુ ડાયાબિટીસના દર્દીઓને ફાયદો થાય છે. રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જે લોકો આ લોટ ખાય છે તેમનામાં HbA1c નું પ્રમાણ ઓછું જોવા મળે છે. 


ફણસના લોટના ફાયદા 


આ પણ વાંચો: Uric Acid: પગેથી લાચાર થઈ જાઓ તે પહેલા આ 4 ઉપાય કરી કંટ્રોલ કરો વધેલું યુરિક એસિડ


ફણસના લોટમાંથી બનેલી રોટલીઓ ફક્ત ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે એવું નથી. આ લોટની રોટલી અન્ય સમસ્યામાં પણ ફાયદો કરે છે. જેમકે આ લોટ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને પણ કંટ્રોલ કરે છે. ફણસના લોટને ડાયટમાં સામેલ કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. જે લોકોનું વજન વધારે હોય તેમણે આ લોટની રોટલી ખાવી જોઈએ તેનાથી સ્થૂળતાની સમસ્યા દૂર થાય છે. આ સિવાય આ લોટની રોટલી ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે. 


આ પણ વાંચો: એક દિવસમાં કેટલી લીચી ખાવી? આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો લીચી મગજને કરે ડેમેજ


કેવી રીતે બને છે ફણસનો લોટ ? 


ફણસનો લોટ બનાવવા માટે સૌથી પહેલા ફણસના બીને કાઢીને તડકામાં સુકવી લેવા. બી સુકાઈ જાય પછી તેની ઉપરનું પડ કાઢી નાખવું અને તેના બીનો પાવડર તૈયાર કરી લેવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)