Ghee Jaggery Benefits: શિયાળામાં સુપરફૂડ ગણાય છે ગોળ અને ઘી, ખાવાના ફાયદા જાણશો તો એક દિવસ નહીં ચૂકો
Ghee Jaggery Benefits: નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકો આ સમય દરમિયાન વારંવાર બીમાર પડી જાય છે. જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય તેઓ શિયાળા દરમિયાન કેટલીક વસ્તુઓ ખાઈ-પીને પોતાની ઇમ્યુનિટી બુસ્ટ કરી શકે છે. શિયાળામાં સ્વાસ્થ્ય માટે સુપરફૂડ કહેવાય તેવી ઘણી વસ્તુઓ છે, પરંતુ તેમાં સૌથી બેસ્ટ છે ઘી અને ગોળ છે.
Ghee Jaggery Benefits: શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ સમયે એવા લોકો માટે મુશ્કેલ હોય છે જેની ઇમ્યુનિટી નબળી હોય. નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકો આ સમય દરમિયાન વારંવાર બીમાર પડી જાય છે. જોકે જે લોકોની ઇમ્યુનિટી નબળી હોય તેઓ શિયાળા દરમિયાન કેટલીક વસ્તુઓ ખાઈ-પીને પોતાની ઇમ્યુનિટી બુસ્ટ કરી શકે છે. આ વસ્તુઓનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સાથે જ શરીરને ગરમી પણ મળે છે. આમ તો શિયાળામાં સ્વાસ્થ્ય માટે સુપરફૂડ કહેવાય તેવી ઘણી વસ્તુઓ છે, પરંતુ તેમાં સૌથી બેસ્ટ છે ઘી અને ગોળ છે. ગોળ અને ઘીનું સેવન કરવાથી કબજિયાત અને આંતરડાની સમસ્યા દૂર થાય છે. ગોળમાં ફાયબર હોય છે અને ઘીમાં રેચક હોય છે. આ કારણોસર, તે મળ ત્યાગમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો: દૂધ સાથે આ 5 વસ્તુ ખાવાથી શરીર રહેશે લોખંડ જેવું મજબૂત, શરીરને મળશે જરૂરી પોષકતત્વો
એનર્જી મળે છે
ઘીમાં કેલેરી ઓછી હોય છે સાથે જ તે શરીરમાં એનર્જી લેવલને વધારવામાં મદદ કરે છે. ગોળમાં કાર્બોહાઈડ્રેટની માત્રા પણ સારી એવી હોય છે જે શરીરને ઊર્જા આપે છે. શિયાળામાં ગોળ-ઘી ખાવાથી શરીરમાં થાક અને નબળાઈ લાગતા નથી.
સ્કીન રહે છે હેલ્ધી
ઘીમાં વિટામિન એ અને વિટામિન ઈ હોય છે જે ત્વચાના સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય છે ગોળ અને ઘીનું સેવન કરવાથી ત્વચાને ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી બચાવ થાય છે. ગોળ અને ઘીનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે.
આ પણ વાંચો: Mucus Home Remedies: છાતીમાં જામેલો કફ છુટો પડી નીકળી જશે બહાર, અપનાવો આ ઘરેલુ ઉપાય
શરીરને ગરમ રાખે છે
ગોળની તાસીર ગરમ હોય છે. જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી શિયાળામાં ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે.
રોગપ્રતિકારક શક્તિ વધે છે
શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તે પણ ખૂબ જ જરૂરી છે. તો જ તમે શરદી, ઉધરસ, તાવ જેવી સમસ્યાથી બચી શકો છો. જો તમે રોટલી સાથે માત્ર એક ટુકડો ગોળ ખાવાનું રાખો છો તો રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આ પણ વાંચો: બ્રશ કર્યા પછી તુરંત આ વસ્તુઓ ખાવા-પીવાની ભુલ ન કરવી, નબળા પડી જાશે દાંત અને પેઢા
ત્વચા માટે ફાયદાકારક
રોટલી અને ગોળ ખાવા ત્વચા ચમકદાર માટે પણ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ત્વચાને લગતી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.
નબળાઈ અને આળસ દૂર થશે
શિયાળામાં શરીરમાં નબળાઈ અને સુસ્તી વધી જાય છે. જો તમે રોટલી સાથે ગોળનું સેવન કરો છો તો તમને શરીરમાં ઊર્જાનો અનુભવ થશે અને તમારી નબળાઈ તેમજ આળસ પણ દૂર થશે.
આ પણ વાંચો: સાંધાના દુખાવા પીછો નથી છોડતા? તો ટ્રાય કરો નિષ્ણાંતોએ જણાવેલા આ ઉપાય, મળશે આરામ
પાચનક્રિયા સુધરશે
રોટલી સાથે ગોળનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. બંનેનું એકસાથે સેવન કરવાથી પાચનક્રિયા સુધરી શકે છે. તેનાથી કબજિયાત, પેટનું ફૂલવું, ગેસ કે પેટ સંબંધિત અન્ય સમસ્યાઓથી રાહત મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)