Jaggery In Diabetes: ડાયાબિટીસમાં ખાંડ સફેદ ઝેર સાબિત થાય તો શું ગોળ ખાવો સેફ છે ? જાણો સાચો જવાબ
Jaggery In Diabetes: એકવાર ડાયાબિટીસ થઈ જાય તો પછી ખાવાપીવાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ડાયાબિટીસમાં ખાંડ ખાવાની મનાઈ કરવામાં આવે છે. ખાંડને સફેદ ઝેર સમાન ગણવામાં આવે છે તેથી ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું ગોળ ડાયાબિટીસમાં ખાઈ શકાય ? આજે તમને આ પ્રશ્નનો જવાબ જણાવીએ.
Jaggery In Diabetes: શેરડીના રસ અથવા તો તાળના રસથી ગોળ બને છે. ગોળ એક નેચરલ સ્વીટનર છે. રિફાઇન્ડ સુગરથી વિરુદ્ધ ગોળમાં કેટલાક મિનરલ્સ, આયરન, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે. ગોળ ઓછી પ્રોસેસથી તૈયાર થાય છે તેથી તેને ખાંડ કરતાં હેલ્ધી માનવામાં આવે છે. તેથી જ ડાયાબિટીસના ઘણા દર્દી ખાંડને બદલે ગોળ ખાવાની આદત પાડે છે. પરંતુ ડાયાબિટીસમાં ગોળ ખાવાથી પણ તબિયત બગડી શકે છે. તો ચાલો તમને જણાવીએ ડાયાબિટીસના દર્દી માટે ગોળ શા માટે સેફ નથી.
ડાયાબિટીસના દર્દીઓએ શા માટે ન ખાવો ગોળ ?
આ પણ વાંચો:Curd: ઠંડીમાં દહીં ખાવું કે નહીં? જાણો આયુર્વેદ અનુસાર શિયાળામાં દહીં ખાવાથી થતા લાભ
1. ગોળનો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. જેના કારણે રિફાઇડ સુગર અને ગોળમાં વધારે ફરક નથી. એટલે કે ગોળ પણ બ્લડ સુગરને ઝડપથી વધારી શકે છે. ડાયાબિટીસમાં ગ્લુકોઝનું સ્તર સ્થિર રાખવું જરૂરી હોય છે. ગોળ જેવી વસ્તુ ખાવાથી પણ અચાનક સુગર વધી શકે છે જેને મેનેજ કરવું મુશ્કેલ હોય છે.
2. ગોળ સફેદ ખાંડની સરખામણીમાં ઓછી પ્રોસેસથી તૈયાર થઈ જાય છે પરંતુ બ્લડ સુગર પર બંનેની અસર લગભગ એક સમાન હોય છે. ડાયટમાં ગોળને સામેલ કરવાથી બ્લડ સુગર મેનેજ કરવામાં મુશ્કેલનો સામનો કરવો પડી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરને મેનેજ કરવું જ જરૂરી હોય છે.
આ પણ વાંચો: Dry Fruits: પાણી કે દૂધ ? ડ્રાયફ્રુટને કઈ વસ્તુમાં પલાળીને ખાવાથી વધારે ફાયદો થાય ?
3. ગોળ ડેન્સ કેલેરીવાળું ફૂડ છે. વારંવાર ગોળ ખાવાથી વજન વધી શકે છે. જે લોકો વધારે પ્રમાણમાં ગોળ ખાય છે તેઓમાં ડાયાબિટીસ અને વજન વધવાની સમસ્યા વધી શકે છે.
4. ગોળમાં મુખ્ય રીતે સુક્રોઝ હોય છે. જે બ્લડ સ્ટ્રીમમાં ગ્લુકોઝમાં ઝડપથી તૂટે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ સ્થિતિ સારી નથી. તે બ્લડ સુગરને ઝડપથી વધારીને સમસ્યા સર્જી શકે છે.
આ પણ વાંચો: Pomegranate: દાડમના આ ફાયદા વિશે જાણી તમે પણ રોજ પીવા લાગશો દાડમનું જ્યૂસ
5. નિયમિત રીતે ગોળ ખાવો હાઈ બ્લડ સુગર લેવલનું કારણ બની શકે છે. તેના કારણે એવી સ્થિતિ સર્જાઈ શકે છે જેમાં શરીરના સેલ ઇન્સ્યુલિન પ્રત્યે ઓછા સંવેદનશીલ થઈ જાય છે. ઘણા ડાયાબિટીસના દર્દીઓ ખરાબ ઇન્સ્યુલિન ફંક્શન સાથે સ્ટ્રગલ કરતા હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)