જાપાનીઓના આ 5 સિક્રેટ જાણી લેશો, તો તમે પણ 100 વર્ષ લાંબું જીવન જીવશો
આખી દુનિયામાં જાપાનના લોકોની લાઈફસ્ટાઈલ સૌથી વધુ હેલ્ધી કહેવાય છે. જેને કારણે જાપાનીઝ લોકોની ઉંમર બહુ જ લાંબી હોય છે. વર્લ્ડ ઓમીટરના અનુસાર, જાપાનીઝ લોકોનુ સંભવિ આયુષ્ય 85.03 વર્ષ છે. તેમનો મૃત્યુ દર પણ ઓછો છે. પરંતુ આખરે જાપાનીઝ લોકોની લાંબી ઉંમરનુ શુ રહસ્ય છે. તેની પાછળ તેમની લાઈફસ્ટાઈલ છે. જે લોકોને લાંબી સમય સુધી જીવવા હેલ્ધી રાખે છે. જો તેમ જાણી લેશો તો તમે પણ 100 વર્ષ લાંબુ આયુષ્ય જીવી જશો.
Japanese Diet and Eating Tips: આખી દુનિયામાં જાપાનના લોકોની લાઈફસ્ટાઈલ સૌથી વધુ હેલ્ધી કહેવાય છે. જેને કારણે જાપાનીઝ લોકોની ઉંમર બહુ જ લાંબી હોય છે. વર્લ્ડ ઓમીટરના અનુસાર, જાપાનીઝ લોકોનુ સંભવિ આયુષ્ય 85.03 વર્ષ છે. તેમનો મૃત્યુ દર પણ ઓછો છે. પરંતુ આખરે જાપાનીઝ લોકોની લાંબી ઉંમરનુ શુ રહસ્ય છે. તેની પાછળ તેમની લાઈફસ્ટાઈલ છે. જે લોકોને લાંબી સમય સુધી જીવવા હેલ્ધી રાખે છે. જો તેમ જાણી લેશો તો તમે પણ 100 વર્ષ લાંબુ આયુષ્ય જીવી જશો.
સૌથી પહેલા જાપાનીઝ કરે છે આ કામ
બીએમએમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, જે લોકો જાપાનનું સરકારી ડાઈટરી રુટીન ફોલો કરે છે, તેમાં મૃત્યુ દર 15 ટકા ઓછો જોવા મળે છે. આ ડાયટ સેચ્યુરેટેડ ફેટ અને શુગરમાં ઓછી હોય છે. વિટામિન તેમજ મિનરલ્સથી ભરપૂર હોય છે. જેના કારણે ગંભીર બીમારીઓ દૂર રહે છે. વ્યક્તિ લાંબા સમય સુધી હેલ્ધી રહે છે. તો જાણી લો આ ટિપ્સ.
આ પણ વાંચો : ગુજરાતના 11 જિલ્લામાં પહોંચ્યો ખતરનાક વાયરસ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 144 પશુ ટપોટપ મર્યાં
સીવીડ
જાપાની ડાયટમાં સીવીડ સૌથી વધુ હોય છે. જે અનેક વર્ષો સુધી જાપાનના લોકોને એન્ટી-ઓક્સિડન્ટ, ફાઈબર, વિટામિન એ, સી અને ઈ જેવા અનેક પોષક તત્વો પ્રદાન કરે છે. આ એક પ્રકારની સમુદ્રી વનસ્પતિ છે.
ફર્મેન્ટેડ ફૂડ
જાપાનમાં મોટા પાયે ફર્મેન્ટેડ એટલે કે આથો આવે તેવા ફૂડનુ સેવન કરાય છે. જેમાં natto, tempeh, miso, soy અને soy sauce સામેલ છે. આ ફૂડ પાચનને સરળ બનાવે છે અને ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરવામાં ફાયદાકારક છે.
આ પણ વાંચો : ‘પ્લીઝ અમારી હેલ્પ કરો, મારા છોકરાનું જીવન બચાવવા માટે...’ માતાપિતાની વેદના સાંભળી તમારું દિલ પણ કકળી ઉઠશે
ઓર્ગેનિક ફૂડ અને ડ્રિંક્સ
જાપાની લોકો ઓર્ગેનિક ફૂડ અને ડ્રિંકનું સેવન કરવાનુ પસંદ કરે છે. જેથી શરીરને શુદ્ધ અને પૌષ્ટિક તત્ત્વો મળે. જાપાનમાં ગ્રી ટીનુ સેવન સૌથી વધુ થાય છે. જે ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે, તેમજ અનેક બીમારીઓનો ખતરો દૂર કરે છે.
ઘઉંની જગ્યાએ ચોખા ખાવા
આ વાત જાણીને તમને આંચકો લાગશે કે, જાપાનના લોકો ખોરાકમાં ઘઉં નહિ, પરંતુ ચોખાનો આહાર લેવાનુ વધુ પસંદ કરે છે. આમ તો ડાયટ માટે ચોખા ખાવાની ના પાડવામા આવે છે. પરંતુ જો તેનુ યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો દિલની બીમારીઓનો ખતરો ઓછો થઈ શકે છે.
આ પણ વાંચો : રંકમાંથી રાજા બનવુ હોય તો આજે શનિવારે કરો આ કામ
શારીરિક રીતે સક્રિય રહેવું
જાપાનમાં લોકો રોજ ચાલવું, ફરવા જવુ જેવી શારીરિક ક્રિયાઓ કરતાર હે છે. જેનાથી તેમનુ શરીર હેલ્ધી રહે છે. શારીરિક રીતે તેઓ સક્રિય રહેવાનુ વધુ પસંદ કરે છે. તે તેમના હેલ્થ પાછળનુ સૌથી મોટુ રહસ્ય છે.