Health Tips: બદલતા વાતાવરણના કારણે તાવ, શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. દેવામાં ઘણા લોકોને જ્યારે તાવ આવે છે તો સાંધાના દુખાવાની તકલીફ પણ વધી જાય છે. જો તાવ આવે ત્યારે સાંધાનો દુખાવો તમને પણ સતાવતો હોય તો આજે તમને કેટલાક ઘરેલુ નુસખા જણાવીએ જેને અપનાવીને તમે સાંધાના દુખાવાથી અને તાવથી મુક્તિ મેળવી શકો છો. આ નુસખા તમને દુખાવાની સમસ્યાથી તુરંત રાહત આપી શકે છે અને તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રોજ સવારે ખાલી પેટ ખાવાનું રાખો લસણ અને મધ, શરીરને થશે આ ગજબના ફાયદા


રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 સંકેત


રાત્રે દહીં ખાવાથી થઈ શકે છે આ સમસ્યાઓ, જાણો રાત્રે દહીં ન ખાવાનું સાચું કારણ


સરસવનું તેલ


સરસવના તેલમાં એન્ટિ ઇન્ફ્લેટરી ગુણ હોય છે જે સાંધાના દુખાવાને તુરંત ઠીક કરે છે. તેનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવાથી તુરંત રાહત મળી શકે છે. તેના માટે સરસવના તેલને થોડું ગરમ કરવું અને તેમાં લસણની કળી ઉમેરવી. તેલને થોડીવાર રહેવા દેવું અને પછી આ તેલ હુંફાળું ગરમ હોય ત્યારે તેનાથી સાંધા પર માલિશ કરવી. સવારે અને સાંજે માલીશ કરવાથી સાંધાનો દુખાવો દૂર થાય છે.


હળદર


હળદરમાં એવા ગુણ હોય છે જે સાંધાના દુખાવાથી તુરંત રાહત આપે છે. હળદરની તસવીર ગરમ હોય છે તેથી તેનો ઉપયોગ કરવાથી શરીરને પણ ગરમી મળે છે અને ઘણી બધી બીમારીઓ દૂર થાય છે. સાંધાના દુખાવામાં જો હળદરનો ઉપયોગ કરવો હોય તો હળદર વાળું દૂધ પી શકાય છે. આ ઉપરાંત હુંફાળા ગરમ પાણીમાં હળદર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરવી. હવે આ પેસ્ટને સાંધાનો દુખાવો હોય તે જગ્યા પર લગાડી થોડીવાર રહેવા દો. 


આદુ


આદુ માં જીંજરોલ કમ્પાઉન્ડ હોય છે. જે સાંધાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. આદુનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા પાણી ઉકાળો અને તેમાં આદુ ઉમેરી દો. પાણી બરાબર ઉકળી જાય પછી તેને ગાળી અને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી દિવસ દરમિયાન આ પાણી પીવાનું રાખો. તેનાથી તાવ અને સાંધાના દુખાવાની સમસ્યા દૂર થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)