Dengue Fever: ડેન્ગ્યુ થયા બાદ ઝડપથી ઘટતા બ્લડ કાઉન્ટને વધારે છે આ 2 છોડનો રસ, બીમારીમાં મળે છે રાહત
Dengue Fever: ડેન્ગ્યુનો મચ્છર ડંખ મારે એટલે વ્યક્તિમાં ડેન્ગ્યુ વાયરસ ફેલાવા લાગે છે. ડેન્ગ્યુના મચ્છર જેટલા લોકોને કરડે છે તેઓ સંક્રમિત થઈ શકે છે. વરસાદની સિઝનમાં ડેન્ગ્યુના મચ્છર ઝડપથી વધે છે. ડેન્ગ્યુ થાય એટલે વ્યક્તિના શરીરમાંથી બ્લડ કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે.
Dengue Fever: ચોમાસાની શરૂઆત સાથે લોકોને ગરમીથી તો રાહત મળી ગઈ છે પરંતુ તેની સાથે જ મચ્છર જુનિયર રોગનું પ્રમાણ વધવા લાગ્યું છે. ચોમાસા દરમિયાન મચ્છરના લાડવા ઝડપથી વધવા લાગે છે. દર વર્ષે આ સિઝન દરમિયાન ડેન્ગ્યુના કેસમાં અચાનક ઉછાળો આવે છે. ડેન્ગ્યુના તાવમાં ઘણા લોકોનું મોત પણ થઈ જાય છે કારણ કે આ બીમારીમાં બ્લડ બ્લેક કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે.
ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી ફેલાતી બીમારી છે. ડેન્ગ્યુના મચ્છરના શરીર ઉપર સફેદ રંગની લાઈન બનેલી હોય છે. તેને ટાઈગર મસ્કીટો પણ કહેવાય છે. આ મચ્છરના લારવા સાફ પાણીમાં વધે છે અને આ મચ્છક દિવસના સમયે કરડે છે.
આ પણ વાંચો:
ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે આ 4 લોટ, આ લોટની રોટલી ખાવાથી કંટ્રોલમાં રહેશે સુગર
Periods: માસિક સમયે મહિલાઓએ ન કરવા 4 કામ, ભુલ કરી તો જીવનભર કરવો પડશે પસ્તાવો
Diabetes Diet: હાઈ બ્લડ સુગરને કુદરતી રીતે કંટ્રોલ કરે છે આ આયુર્વેદિક જડીબુટ્ટી
ડેન્ગ્યુનો મચ્છર ડંખ મારે એટલે વ્યક્તિમાં ડેન્ગ્યુ વાયરસ ફેલાવા લાગે છે. ડેન્ગ્યુના મચ્છર જેટલા લોકોને કરડે છે તેઓ સંક્રમિત થઈ શકે છે. વરસાદની સિઝનમાં ડેન્ગ્યુના મચ્છર ઝડપથી વધે છે. ડેન્ગ્યુ થાય એટલે વ્યક્તિના શરીરમાંથી બ્લડ કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે.
એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં દોઢ લાખથી અઢી લાખ પ્લેટલેટ કાઉન્ટ હોય છે. પરંતુ જ્યારે ડેન્ગ્યુ થાય છે ત્યારે કાઉન્ટ 1 લાખથી ઓછા થઈ જાય છે.
પપૈયાના પાનનો રસ
જ્યારે પણ કોઈને ડેન્ગ્યૂ થાય છે તો પ્લેટલેટ કાઉંટ ઘટી જાય તો તેને તુરંત પપૈયાના પાનનો રસ પીવડાવવો. તેનાથી કાઉન્ટ ઝડપથી વધે છે.
ગિલોયનો જ્યૂસ
ગિલોય એવો છોડ છે જે આયુર્વેદમાં વરદાન સમાન છે. ડેન્ગ્યૂનો તાવ આવે ત્યારે ગિલોયનો જ્યૂસ પીવો જોઈએ તેનાથી કાઉન્ટ ઝડપથી વધે છે અને રિકવરી પણ ઝડપથી થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)