સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કારેલા, પણ આ 5 વસ્તુ સાથે ખાશો તો થશે નુકસાન
Bad Food Combination : કારેલાનું સેવન કરવાથી વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડવા સુધીના ફાયદા થાય છે. કારેલા ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ જરૂરી છે કે તમે તેને યોગ્ય રીતે લેવાનું રાખો.
Bad Food Combination : સ્વસ્થ રહેવું હોય તો પોષણયુક્ત આહાર લેવો જોઈએ. પોષણયુક્ત આહારમાં તાજા ફળ નટસ અને શાકભાજીનો સમાવેશ થાય છે. ખાસ કરીને કેટલાક શાક એવા હોય છે જેનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે અને શરીરને રોગ સામે લડવાની ક્ષમતા મળે છે. પૌષ્ટિક શાકની વાત કરીએ તો તેમાં કારેલા સૌથી વધુ ફાયદાકારક છે. કારેલાનું સેવન કરવાથી વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ સ્તર ઘટાડવા સુધીના ફાયદા થાય છે. કારેલા ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ જરૂરી છે કે તમે તેને યોગ્ય રીતે લેવાનું રાખો. કારેલા ખાવાથી ફાયદો થાય છે પરંતુ તેને પાંચ વસ્તુઓ સાથે ખાશો તો તે શરીરને નુકસાન કરશે.
આ પણ વાંચો:
રાત્રે કેટલા કલાક ચલાવવું જોઈએ મચ્છર મારવાવાળું લિક્વિડ? આ રોગવાળાએ તો રહેવું દુર
શરીરમાં વધી રહ્યું હોય Cholesterol તો પગમાં જોવા મળે છે આ સંકેત, તુરંત કરો ઈલાજ
પથરીની તકલીફ હોય તો આ 5 વસ્તુઓ ખાવાની ન કરતાં ભુલ, વધી જશે દુખાવો
દૂધ
કારેલા અને દૂધ બંને અલગ અલગ રીતે લેવામાં આવે તો શરીરને ફાયદો કરે છે. પરંતુ આ બંને વસ્તુને સાથે લેશો તો શરીર પર નકારાત્મક અસર થશે. કારેલા ખાધા પછી દૂધ પીવું નહીં તેનાથી પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે.
મૂળા
મૂળાની તાસીર અલગ હોય છે અને કારેલાની પણ. જો તમે કારેલા અને મૂળાને એક સાથે ખાવ છો તો તેનાથી એસિડિટી અને કફની ફરિયાદ વધી શકે છે.
દહીં
કારેલાના શાક કે જ્યુસ ની સાથે દહીંનું સેવન ન કરવું. કારેલા અને દહીં એક સાથે ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચો:
ડાયાબિટીસના દર્દીએ રાત્રે સુતા પહેલા કરી લેવું આ કામ, બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
વર્ષો જુના કમરના દુખાવાથી પણ મળશે રાહત, આ 5 વસ્તુઓનો સમાવેશ કરો દિવસના ખોરાકમાં
ગરમીમાં સુપરફુડ સાબિત થશે આ 4 ગ્રીન જ્યૂસ, ફાયદા જાણી આજથી જ પીવાનું કરશો શરુ
ભીંડા
ભીંડા અને કારેલાના શાકને પણ સાથે ખાવા નહીં. બંને શાકની પ્રકૃતિ અલગ હોય છે અને તેને સાથે ખાવાથી અપચાની ફરિયાદ થઈ શકે છે.
કેરી
ગરમીના દિવસોમાં કેરી દરેક ઘરમાં ખવાય છે. પરંતુ કેરી સાથે જો તમે કારેલાનું શાક ખાવ છો તો તેનાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. કારેલા અને કેરીને સાથે ખાવાથી એસિડિટી, છાતીમાં બળતરા, ઉલટી જેવી તકલીફો થઈ શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)