Morning Healthy Drink: કારેલા એક એવું લીલું શાક છે જેનો સ્વાદ કડવો હોય છે. જેના કારણે મોટાભાગના લોકોને કારેલા પસંદ નથી પરંતુ કારેલા પૌષ્ટિક તત્વોનો ભંડાર હોય છે. કારેલામાં વિટામીન b1, b2 અને b3 ની સાથે મેગ્નેશિયમ, ફોલેટ, ફોસ્ફરસ જેવા ગુણ હોય છે. તેનું સેવન કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે તો કારેલા વરદાન સમાન છે. ઘણા લોકોના ઘરમાં કારેલાને અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. લોકો તેનું શાક બનાવે છે અને ભોજનમાં તેનો સમાવેશ કરે છે. પરંતુ કારેલાના લાભ પ્રાપ્ત કરવા હોય તો તેનું જ્યુસ બનાવીને પીવાનું રાખવું જોઈએ. કારેલાનું જ્યુસ પીવાથી શરીરને બધા જ પૌષ્ટિક તત્વો મળી રહે છે. કારેલાનું જ્યુસ પીવાથી લીવરની સફાઈ થઈ જાય છે અને બ્લડ પ્રેશર તેમજ બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. કારેલાનું જ્યુસ કેવી રીતે બનાવવું આજે તમને જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વધારે ગળ્યું ખાવાથી જ નહીં વધારે મીઠું ખાવાથી પણ થઈ શકે છે ડાયાબિટીસ


શરીરમાં કેલ્શિયમની ઊણપને દવા વિના પુરી કરે છે આ વસ્તુઓ, 30 વર્ષ પછી તો ખાવી જ જોઈએ


આંબાના પાન વધેલા Blood Sugarને કરે છે કંટ્રોલ, આ રીતે કરજો ઉપયોગ


કારેલાનું જ્યુસ બનાવવાની સામગ્રી


ત્રણ કારેલા, અડધી ચમચી સંચળ, અડધી ચમચી લીંબુનો રસ, એક કપ પાણી, એક ચમચી નમક


કેવી રીતે બનાવવું જ્યૂસ ? 


કારેલાનું જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા કારેલાને પાણીથી સાફ કરીને તેના ટુકડા કરી લેવા. ત્યાર પછી તેમાં નમક ઉમેરીને તેને 30 મિનિટ સુધી ઢાંકી રાખો. 30 મિનિટ પછી કારેલામાં જે પાણી થયું હોય તેને નીચોવીને કાઢી નાખો અને સાદા પાણીથી બે ત્રણ વખત ધોઈ લેવા. ત્યાર પછી એક મિક્સર જારમાં સાફ કરેલા કારેલા લેવા અને તેમાં લીંબુ સંચળ અને એક કપ પાણી ઉમેરી બરાબર રીતે પીસી લો. કારેલાની સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેને ગ્લાસમાં કાઢીને સર્વ કરો. આ રીતે કરેલાનું જ્યુસ બનાવીને પીશો તો તેની કડવાશ પણ ઓછી થઈ જશે અને પૌષ્ટિક ગુણો જળવાઈ રહેશે જે શરીરને લાભ કરશે.