બીજા બધા ફંદ છોડો, આ 3 દેશી પીણાં પીવાનું રાખો... થોડા જ દિવસોમાં ગાયબ થઈ જશે વધેલી ફાંદ
Summer Special Weight Loss Drink: વજન એક વાર વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને પેટ અને કમરની આસપાસ વધેલી ચરબી ખૂબ જ નુકસાન કરે છે. જો તમને પણ આ સમસ્યા હોય તો ગરમીની સિઝનમાં તમે કેટલાક દેશી પીણા પીને ચરબી ઉતારી શકો છો.
Summer Special Weight Loss Drink: સમયનો અભાવ હોય છે તેથી ઘણા લોકો પોતાના શરીર ઉપર ધ્યાન આપતા નથી. વળી તેમને એક જગ્યા પર કલાકો સુધી બેસીને કામ કરવાનું હોવાથી વજન ઝડપથી વધી જાય છે. વજન એવી સમસ્યા છે જે પોતાની સાથે અન્ય બીમારીને પણ આમંત્રણ આપે છે. વજન એક વાર વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. ખાસ કરીને પેટ અને કમરની આસપાસ વધેલી ચરબી ખૂબ જ નુકસાન કરે છે. જો તમને પણ આ સમસ્યા હોય તો ગરમીની સિઝનમાં તમે કેટલાક દેશી પીણા પીને ચરબી ઘટાડી શકો છો.
જે લોકોનું વજન વધારે હોય તેમને હૃદયની સમસ્યા, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારી ઝડપથી થાય છે. જો સમયસર શરીરનું વજન કંટ્રોલ કરવામાં ન આવે તો આ તકલીફો વધી શકે છે. જો તમારું વજન ઝડપથી વધી રહ્યું હોય તો સમજી લેવું કે શરીરનું મોટાબોલીઝમ બરાબર નથી. આ સમસ્યાને તમે આ દેશી પીણાંની મદદથી દૂર કરી શકો છો.
આ પણ વાંચો:
પેટની ચરબી ઘટાડતા દેશી પીણા
છાશ
પેટની ચરબી ઘટાડવી હોય તો છાશ મદદ કરી શકે છે. ગરમીના દિવસોમાં છાશ નો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોય છે. છાશ પીવાથી ભેટ સંબંધિત બીમારીઓ દૂર થાય છે. છાશમાં કેલરી ઓછી હોય છે અને તેનું સેવન કરવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. તેનાથી પેટની ચરબી પણ ઉતરવા લાગે છે.
તકમરીયા
તકમરીયા ગરમીના દિવસોમાં પીવાથી શરીરને ઠંડક પણ મળે છે અને તેનાથી ફાયદા પણ થાય છે. તકમરીયા ને પાણીમાં પલાળી તે ફૂલી જાય પછી તેનું સેવન કરવું જોઈએ. તકમરીયામાં વિટામિન એ, વિટામીન બી, વિટામીન ઈ, ઓમેગા 3 ફેટી એસિડ સહિતના પોષક તત્વો હોય છે જેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી જેના કારણે તમારું વજન વધતું અટકે છે.
ગરમ પાણી અને લીંબુ
રોજ સવારે હોફાળા પાણીમાં લીંબુ ઉમેરીને તેનું સેવન કરવાથી વજન ઉતારવા લાગે છે. એક મહિના સુધી નિયમિત રીતે એક ગ્લાસ હુંફાળું પાણી લીંબુનો રસ ઉમેરીને પીવાનું રાખશો તો તમારા શરીરનું વજન ઝડપથી ઘટતું જણાશે. વજન ઘટાડવાની સાથે આ પાણી શરીરમાંથી ગંદકી પણ બહાર કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)