નવી દિલ્લીઃ વધેલા યુરિક એસિડને કોફીથી નિયંત્રિત કરી શકાય છે? એવું માનવામાં આવે છે કે કોફી પીવાથી કિડની યોગ્ય રીતે કામ કરે છે, જેના કારણે યુરિક એસિડ નિયંત્રણમાં રહે છે. આ સિવાય બીટ, વધુ પાણી અને નારંગીનો રસ પીવાથી યુરિક એસિડને નિયંત્રિત કરી શકાય છે. તો ચાલો જાણીએ કે યુરિક એસિડ કેમ વધે છે અને તેને કેવી રીતે કંટ્રોલમાં રાખી શકાય...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુરિક એસિડ વધવાના કારણો-
જ્યારે કિડની શરીરમાંથી યુરિક એસિડને યોગ્ય રીતે દૂર ન કરી શકે ત્યારે તમારા શરીરમાં યુરિક એસિડ વધે છે. ઉચ્ચ યુરિક એસિડ હોવાથી સાંધામાં દુખાવો, સોજો, હલનચલન કરવામાં મુશ્કેલી અને સાંધાના આકારમાં ફેરફાર થવા લાગે છે


કોફીની સાથે આ વસ્તુનું કરો સેવન-
યુરિક એસિડ વધતાં કોફીની સાથે તમે બીટનું પણ તમે સેવન કરી શકો છો. બીટ ખાવાથી વધેલું યુરિક એસિડ નિયંત્રણમાં લાવી શકાય છે.


- વધુ ને વધુ પાણી પીવું જોઈએ. પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વધુ પાણી પીવાથી શરીરમાં વધેલું યુરિક એસિડ બહાર નીકળી જાય છે.


- યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા સંતરાનો રસનું સેવન કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે યુરિક એસિડને કંટ્રોલમાં લાવવા સંતરાનો રસ પીવો જોઈએ..જેથી ગાઉટની સમસ્યા પણ નહીં થાય.