Kidney Disease: રાત્રે જો આ 5 લક્ષણ જોવા મળે તો સાવધાન...સમજો ડેમેજ થઈ ચૂકી છે તમારી કિડની
Kidney Disease: રાત્રે જો આ લક્ષણો જોવા મળે તો કિડની ડેમેજ થવાના સંકેત આપે છે. તેને ઈગ્નોર કરવું એ ભૂલભર્યું છે અને ઓપરેશનની નોબત આવી શકે છે.
Early Signs Of Damage Kidney: કિડની આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. જે શરીરની અંદર એક ફિલ્ટર તરીકે કામ કરે છે. પરંતુ કિડની સામાન્ય રીતે ત્યારે કામ કરી શકે છે જ્યારે આપણે તમામ ચીજોનું ધ્યાન રાખીને તેની ખાસ દેખભાળ કરીએ છીએ. કિડનીને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી ડાયેટની સાથે સાથે યોગ્ય લાઈફસ્ટાઈલ હોવી પણ ખુબ જરૂરી છે. આ સાથે જ આપણે દવાઓ લઈ રહ્યા હોઈએ તો તેના માટે પણ નિયમિત રીતે ડોક્ટરની સલાહ લેતા રહેવું જોઈએ. જો કે અનેકવાર ખરાબ જીવનશૈલી, અનહેલ્ધી ડાયેટ કે પછી કોઈ બીમારીના કારણે લેવામાં આવતી દવાઓ પણ કિડનીને નુકસાન પહોંચાડતી હોય છે. આવામાં ધીરે ધીરે કિડની પ્રભાવિત થવા લાગે છે અને સંપૂર્ણ રીતે ડેમેજ થતા પહેલા થોડા સંકેતો પણ આપે છે જેને ઈગ્નોર કરવા જોઈએ નહીં. કિડનીની બીમારી સંલગ્ન એવા અનેક લક્ષણો છે જે ખાસ કરીને રાતે સૌથી વધુ મહેસૂસ થતા હોય છે. તેને ઈગ્નોર કરવું એ તમારા માટે મુશ્કેલી પેદા કરી શકે છે.
વારંવાર પેશાબ માટે ઊભા થવું
કિડની સંલગ્ન કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી થાય ત્યારબાદ પેશાબ કરવાની આદતમાં થોડા ફેરફાર જોવા મળતા હોય છે. ખાસ કરીને જો તમારે રાતે વારંવાર પેશાબ કરવા માટે ઊભા થવું પડતું હોય તો તે કિડની સંલગ્ન કોઈ લક્ષણ હોઈ શકે છે.
બરાબર ઊંઘ ન આવવી
જો તમારે રાતે વારંવાર પેશાબ કરવા માટે જવા ઉપરાંત ઊંઘ ન આવવાથી પણ પરેશાન હોવ તો એ પણ કિડની સંલગ્ન કોઈ બીમારીનો સંકેત હોઈ શકે છે. કિડની સંલગ્ન રોગોના કારણે તમને ગંભીર રીતે થાક લાગતો હોય છે અને આ સાથે જ શરીરમાં સ્ટ્રેસ લેવલ પણ વધી જાય છે જેના કારણે સરખી ઊંઘ આવતી નથી.
પગ કે ઘૂંટીમાં સોજો
પગ કે પગની ઘૂંટીમાં સોજો આવવો એ પણ કિડની સંલગ્ન બીમારીઓનું કોઈ પ્રમુખ લક્ષણ હોઈ શકે છે અને આ લક્ષણને કઈ પણ કિંમતે ઈગ્નોર કરવું જોઈએ નહીં. પગ કે ઘૂંટીમાં સોજા સામાન્ય રીતે રાતના સમયે આવવા લાગે છે. સવાર સુધીમાં સોજા ગંભીર સ્વરૂપ પકડી શકે છે.
સ્કીનમાં ખંજવાળ રહેવી
કિડની સંલગ્ન બીમારીઓ અને ત્વચામાં ખંજવાળ વચ્ચે નીકટનો સંબંધ જોવા મળે છે. જો તમને કિડની સંલગ્ન કોઈ પણ અન્ય લક્ષણ મહેસૂસ થવાની સાથે સાથે રાતના સમયે ખંજવાળ પણ આવતી હોય તો તમારે જેમ બને તેમ જલદી ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કિડની સંલગ્ન બીમારીઓમાં ખંજવાળ ખુબ ગંભીર થતી હોય છે.
નબળાઈ મહેસૂસ કરવી
જો તમે રાતના સમયે નબળાઈ મહેસૂસ કરતા હોય તો તે કિડની સંલગ્ન બીમારીનું લક્ષણ હોઈ શકે છે. દાખલા તરીકે તમને વારંવાર પેશાબ જતી વખતે પણ નબળાઈ મહેસૂસ થતી હોય તો આ અંગે ડોક્ટરનો સંપર્ક કરવો ખુબ જરૂરી છે. કિડની બરાબર ઝેરી તત્વોનું ફિલ્ટર કામ કરી શકતી નથી અને તેના કારણે શરીરમાં નબળાઈ આવવા લાગતી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube