ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ:  હિટ એન્ડ ફીટ રહેવા લોકો ઘણી બધી મહેનત કરતા હોય છે. જીમમાં જાય છે, ઘરે કસરત કરે છે. સારા પ્રોટીન પાવડરનું પણ સેવન કરે છે. પરંતુ જીમમાં ઓવરવેઈટ લેતા જીમ લવર્સ માટેના આ સમાચાર છે. જીમ લવર્સના મનમાં એવી ગ્રંથિ ભરાયેલી હોય છે કે વેઈટ વધારે લેવાથી જલ્દી બોડી બને છે. આ વાત બિલકુલ ખોટી છે. કસરતનું પરફેક્શન અને પ્રોપર ડાયટથી મસલ્સ ગ્રો થાય છે. વધારે પડતું વેઈટ લેવાથી શરીરના મસલ્સને ઘણી-બધી ઈજાઓ પહોંચી શકે છે. તેવી જ એક એવી કસરત છે ડેડલિફ્ટ. જી હા આજના યુવાનો સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને ડેડલિફ્ટ કસરત કરતાં હોય છે અને ઓવરવેઈટને કારણે આખરે પરેશાનીનો સામનો કરવો પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેડલિફ્ટ કસરત કરતી વખતે થઈ શકે છે આ ઈજાઓ


1-ડેડલિફ્ટની પ્રારંભિક સ્થિતિ કરોડરજ્જુ પર ઘણો ભાર લાવી શકે છે. જો તમે ડેડલિફ્ટમાં વજન ઉતારતી વખતે કમરની સ્થિતિને બરાબર ન રાખો, તો તમને સ્લિપ થયેલી ડિસ્કની સમસ્યા અથવા કમરનો દુખાવો થઈ શકે છે. જેના કારણે તમારું ચાલવું, બેસવું, ઉભા રહેવું પણ પીડાદાયક બની શકે છે.


2- ડેડલિફ્ટ દરમિયાન, તમારા હિપ્સમાંના બધા સ્નાયુઓને સક્રિય થવુ પડે છે.. હિપ્સના કેટલાક સ્નાયુઓ ખૂબ નાજુક હોય છે, જેને ઝટકો લાગવાથી હિપ પેઇન કરી શકે છે.


3- ડેડલિફ્ટ કરતી વખતે, તમારે તમારા હાથથી વજન ઉપાડવું પડશે. બેરલને પકડી રાખવાની વિવિધ રીતો છે. કેટલાક લોકો પટ્ટા સાથે બારબેલને પકડે છે, કેટલાક ઓવરહેન્ડ પકડ સાથે..જો ડેડલિફ્ટ મારતી વખતે સરખી રીતે બાર્બેલને ન પકડવામાં આવે તો ગંભીર ઈજાઓ પહોંચી શકે છે.... અને દ્વિશિર સ્નાયુઓ ફાટી શકે છે.


4- ડેડલિફ્ટ દરમિયાન બાઈસેપ્સ સિવાય હેમસ્ટ્રિંગ સ્નાયુઓ પણ ફાટી શકે છે. આ તમારા ઘૂંટણની પાછળનો સ્નાયુ છે.


5- ડેડલિફ્ટ દરમ્યાન ખોટી મુદ્રામાં અને ક્ષમતા કરતાં વધારે વજન ઉપાડવાથી ઘૂંટણ પર વધારાનું દબાણ આવી શકે છે. જેના કારણે ઘૂંટણને ઈજા થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube