ઉંમરના હિસાબે જાણો! મહિનામાં કેટલીવાર શારીરિક સંબંધ બાંધવો યોગ્ય છે? ચોંકાવનારા છે આંકડા
શારીરિક સંબંધો સાથે જોડાયેલી વાતોને આપણા સમાજમાં કોઈ વાતો કરે તો તેણે ખરાબ માનવામાં આવે છે, પરંતુ હાલમાં એક નવા રિપોર્ટે આ વિષય પર ખૂલીને ચર્ચા કરી છે. આ રિપોર્ટે દુનિયાભરના હજારો લોકોની સેક્સ લાઈફ પરથી પડદો ઉઠાવ્યો છે.
શારીરિક સંબંધો સાથે જોડાયેલી વાતોને આપણા સમાજમાં એક ખરાબ નજરે જોવામાં આવે છે, પરંતુ હાલમાં એક નવા રિપોર્ટે આ વિષય પર ખૂલીને ચર્ચા કરી છે. આરિપોર્ટે દુનિયાભરના હજારો લોકોની સેક્સ લાઈફ પરથી પડદો ઉઠાવ્યો છે. આ રિપોર્ટ ઇન્ડિયાના યુનિવર્સિટીના કિન્સે ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ પેઢીના લોકો એક મહિનામાં સરેરાશ કેટલી વખત સેક્સ કરવું જોઈએ તેની માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટના આંકડા ચોંકાવનારા છે અને દર્શાવે છે કે જનરેશન Zની સેક્સ લાઈફ અગાઉની પેઢીઓ કરતા ઘણી ઓછી સક્રિય છે.
અહો આશ્ચર્યમ! આ નદીનું પાણી છાંટવાથી ભાઈ-બહેન બની જાય છે પતિ-પત્ની
આ રિપોર્ટનું ટાઈટલ છે ધ સ્ટેટ ઓફ ડેટિંગ; હાઉ જેન Z ઈઝ રિડિફાઈનિંગ સેક્સુઅલિટી એન્ડ રિલેશનશિપ્સ. આ રિપોર્ટ ફીલ્ડ નામની ડેટિંગ એપ પર 3,310થી વધુ લોકોના ડેટા પર આધારિત છે. આ પ્રતિભાગીઓની ઉંમર 18થી 75 વર્ષની વચ્ચે હતી અને આ 71 વિભિન્ન દેશોમાંથી હતા. તેમની સેક્સ લાઈફ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવા માટે તેમને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ફર્શથી ઉઠાવીને અર્શ પર પહોંચાવી દેશે શનિદેવ: અપનાવો રસોડામાં રાખેલી આ વસ્તુના ઉપાય
રિપોર્ટના ડેટા અનુસાર, સરેરાશ જનરલ ઝેન Zના સહભાગીઓએ જણાવ્યું છે કે તેઓએ ગત મહિનામાં માત્ર ત્રણ વખત સેક્સ કર્યું હતું. જ્યારે, મિલેનિયલ્સ અને જનરેશન (જેન X) એ થોડું વધારે સેક્સ કર્યું, આ બંને પેઢીઓએ ગત મહિનામાં પાંચ વખત સેક્સ કર્યું હતું. બૂમર્સે પણ છેલ્લા મહિનામાં સરેરાશ માત્ર ત્રણ વખત સેક્સ કર્યું હતું. આ ડેટા દર્શાવે છે કે જનરલ ઝેડ અને બૂમર્સ લગભગ સમાન રીતે ઓછી સક્રિય સેક્સ લાઇફ ધરાવે છે.
જેન Zના ઓછા શારીરિક સંબંધ પાછળ શું છે કારણ?
સંશોધકોનું કહેવું છે કે જેન Z પેઢીના લોકોની પાસે શારીરિક સંબંધ બનાવવા માટે ઓછો સમય મળે છે કારણ કે તે પોતાના કરિયર અને અન્ય ચીજો પર વધુ ધ્યાન આપે છે. રિપોર્ટ અનુસાર જેન Z અને બૂમર્સ બન્નેની સેક્સુઅલી ફ્રિકવન્સી લગભગ સમાન છે, આ સંકેત કરે છે કે સૌથી યુવા અને વયસ્કોની સેક્સ લાઈફ સૌથી ઓછી એક્ટિવ છે. તેના સિવાય રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે લગભગ અડધા જેન Z પ્રતિભાગી સિંગલ હતા, જ્યારે માત્ર એક ફિફ્થ (20 ટકા) મિલેનિયલ્સ, જનરેશન એક્સ અને બૂમર્સ સિંગલ હતા.
Google એ કર્યો ધમાકો! Gmail માં લોન્ચ કર્યું AI ફીચર, હવે મળશે ડિટેલ્ડ રિસ્પોન્સ
જેન Zના સેક્સુઅલ અનુભવ
જોકે, જેન Zની સેક્સ લાઈફ ઓછી એક્ટિવ છે, પરંતુ આ પેઢી બેડરૂમમાં સૌથી વધુ એડવેન્ચરસ પણ છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 55 ટકા જેન Z પ્રતિભાગીઓએ ફીલ્ડ એપ પર જોડાયા બાદ એક નવી કિંક શોધી. તેના મુકાબલે મિલેનિયલ્સમાં આ આંકડા 49 ટકા, જનરેશન એક્સમાં 39 ટકા અને બૂમર્સમાં 33 ટકા રહ્યું.
સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું? જાણો જ્યોતિષ અને ધર્મના નિયમો
મહીનામાં શારીરિક સંબંધ બનાવવાની યોગ્ય સંખ્યા કેટલી છે?
સંશોધકોનું કહેવું છે કે શારીરિક સંબંધ બનાવવાની યોગ્ય સંખ્યા વ્યક્તિથી વ્યક્તિમાં અલગ અલગ હોઈ શકે છે. કોઈના માટે અઠવાડિયામાં એક વાર શારીરિક સંબંધ બનાવવા પર્યાપ્ત હોઈ શકે છે, જ્યારે કોઈના માટે વધુ હોઈ શકે છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમે અને તમારા પાર્ટનર બન્ને સંતુષ્ટ થવા જોઈએ.