Never Mix These Things With Alcohol: દારૂનું સેવન કરવું હાનિકારક હોય છે, આ તો બધાને ખબર છે પરંતુ એક નવું ચલણ શરૂ થયું છે. જેમાં દારૂને સોડા અને કોલ્ડ ડ્રિંક સાથે મિક્સ કરીને પીવે છે. શું તમને ખબર છે કે આ પ્રકારે સોડા અથવા કોલ્ડ ડ્રિંક્સ સાથે દારૂ પીવાથી શરૂરને વધુ નુકસાન પહોંચે છે. આવો તેના વિશે જાણીએ કે આમ કેમ થાય છે, અને આમ કરવાથી શું નુકસાન થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ લોકો દારૂનું સોડા સાથે કરે છે સેવન
મોટાભાગના લોકો દારૂનું સોડા સાથે સેવન એટલા માટે કરે છે કારણ કે તેનાથી તાત્કાલિક બ્લડ સાથે જઇને મળી જાય છે અને તાત્કાલિક વ્યક્તિને નશો ચઢી જાય છે. ઘણા લોકો દારૂને સોડા વિના પીવાનું વિચારી પણ શકતા નથી, પરંતુ આ પ્રકારે દારૂને સોડા સાથે મિક્સ કરીને પીવાથી કેટલું નુકસાન થાય છે, તેના પર ધ્યાન આપવું જરૂરી છે, તો આવો આમ કરવાના સાઇડ ઇફેક્ટ વિશે જાણીએ. 

Vastu tips: ઘરમાં જરૂર રાખો આ મૂર્તિઓ, ફૂટેલા નસીબમાંથી મળશે છુટકારો, થઇ જશો માલામાલ


દારૂ સોડા મિક્સ કરશો નબળાં પડી જશે હાડકાં
દારૂમાં સોડા મિક્સ કરીને પીવાથી બોડીમાં કાર્બન ડાઇ ઓક્સાઇડ જાય છે અને પછી તે લોહીમાં ભળીને આપણને નશાનો અહેસાસ આપે છે. સોડામાં ફાસ્ફોરિક એસિડ હોય છે જે આપણા શરીરમાંથી કેલ્શિયમને ઓછું કરે છે. તેના લીધે હાડકાં નબળા થઇ જાય છે અને જલદી ફેક્ચર થઇ શકે છે. 

Earn Money: એકસ્ટ્રા ઇનકમ માટે કરો આ બિઝનેસ, થશે લાખોનો ફાયદો, દરેક ઘરમાં છે ડિમાન્ડ


દારૂમાં કોલ્ડ ડ્રિંક મિક્સ કરવાથી થાય છે આ નુકસાન
બીજી તરફ કોલ્ડ ડ્રિંકને દારૂ સાથે મિક્સ કરીને સેવન કરવાથી શુગર લેવલ વધી જાય છે, આ ઉપરાંત કોલ્ડ ડ્રિંકમાં કેફીન મળી આવે છે . જે શરીરને એક્ટિવ રાખવાનું કામ કરે છે, તો બીજી તરફ દારૂ પીવાથી શરીરમાં આળસ અને સુસ્તી આવે છે. તેના લીધે બંનેને સાથે પીવાથી નુકસાન થાય છે. આમ કરનારાઓને ડીહાઇડ્રેશન જેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube