સફરજન ખાવાથી પણ પડી શકાય છે બીમાર! આ વાત નહીં ખબર હોય તો પડશે તકલીફ
ડૉક્ટરથી તમને દૂર રાખવાનો દાવો કરતું સફરજન દુશ્મન બની જાય તો. જી હા, સાંભળવામાં અટપટી લાગે તેવી આ વાત સાચી છે. સફરજન પોષક તત્વોનો ખજાનો છે. આ પોષક તત્વો તમને અનેક બીમારીઓથી દૂર રાખે છે. પરંતુ સફરજનનું અતિ સેવન આફતને આમંત્રણ આપવા જેવું છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ 'દિવસમાં એક સફરજન ખાઓ અને ડૉક્ટરથી દૂર રહો.' આ કહેવત તો તમે સાંભળી જ હશે. આ કહેવત સાચી પણ છે. કારણ કે સફરજનમાં વિટામિન સી, ફાયબર અને પોટેશિયમ સહિતના પોષક તત્વો હોય છે. આ તમામ મળીને આપણા સ્વાસ્થ્ય પર જાદુઈ અસર કરે છે. પરંતુ અતિ ઉપયોગથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. અત્યાર સુધી તમે સફરજનના ફાયદા જ જાણ્યા હશે પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છે સફરજનના ગેરફાયદા.
પાચન પર કરી શકે અસર
સફરજન (apple) માં રહેલું ફાયબર સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ તેનું વધુ પડતું સેવન વિપરીત પરિણામો આપી શકે છે. જેના કારણે બ્લોટિંગ અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. શરીરને રોજની 20-40 ગ્રામ ફાયબરની જરૂર હોય છે. સાથે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ડાયેટમાં ફાયબરના અન્ય સ્ત્રોત પણ હોય. નહીં તો પાચન પર અસર પડી શકે છે.
શું તમે પણ દર મહિને કરો છો Periods સંબંધિત આ ભૂલો? સ્વાસ્થ્યને થશે નુકસાન
બ્લડ શુગર લેવલમાં ચડ-ઉતર
સફરજન (apple) માં કાર્બોહાઈડ્રેટ્સ વધુ માત્રામાં હોય છે. જે ઊર્જાનો મોટો સ્ત્રોત છે. સફરજન ખાવાથી તમને ખુશી મળે છે. કારણ કે તે ફીલ ગુડ ન્યૂરોટ્રાન્સમિટર જેવા સેરોટોનિનનો સ્ત્રાવ કરે છે. પરંતુ વધુ સફરજન (apple) નો ઉપયોગ બ્લડ શુગરમાં વધારો કરી શકે છે. ડાયાબિટીના રોગીઓ માટે વધુ પડતું ગળ્યું, ત્યાં સુધી કે ફળના રૂપમાં પણ, ઈન્સ્યુલિની સંવેદનશીલતાને ખરાબ કરી શકે છે અને તેના ઈલાજમાં સમસ્યા લાવી શકે છે.
Gujarat ના ખેડૂતોએ કાઢ્યું કાઠું, ગરીબો અને પશુઓનો આહાર બન્યો શ્રીમંતોની પ્લેટનો શણગાર
વધી શકે વજન
સફરજન (apple) કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોવાના કારણે તેમાંથી તાત્કાલિક ઊર્જા મળે છે. પરંતુ તેનો વધુ ઉપયોગ તમારા વજનને વધારી શકે છે. એવું એટલા માટે કે શરીરમાં સૌથી પહેલા કાર્બ્સનો ઉપયોગ થાય છે. જેથી વધુ પડતા સફરજન ખાવાથી તમારા શરીરમાં ફેટ જોઈએ એટલી માત્રામાં ઓગળતી નથી.
સાવધાનઃ ચટાકેદાર અથાણાનો ચસકો પડી શકે છે ભારે, અથાણું ખાતા પહેલાં આ વાંચી લેજો
દાંતોને કરે છે નુકસાન
શું તમને ખબર છે કે, સફરજન (apple) સોડાથી પણ વધુ એસિડિક હોય છે. તેનો વધુ પડતો ઉપયોગ તમારા દાંતોને નુકસાન પહોંચાડી શકે છે.તમે પાછળના દાંતથી સફરજન જો ચાવો છો તો વાંધો નથી. પરંતુ વધુ પડતો ઉપયોગ દાંતને નુકસાન કરી શકે છે.
weight loss tips: અરે...ડાયેટિંગ છોડો, મસ્ત થઈ પાણીપુરી ખાઓ અને વજન ઘટાડો
કેટલા સફરજન (apple) ખાવા જોઈએ
સરેરાશ, એક શખ્સે એક દિવસમાં એક કે વધીને બે સફરજન (apple) ખાવા જોઈએ. જો તમે તેનાથી વધુ સફરજન (apple) ખાઓ છો. તો તમને આડઅસર થવાની સંભાવના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube