નવી દિલ્હી: તંદુરસ્ત જીવનશૈલી માટે સારો ખોરાક અને પૂરતી ઊંઘ જરૂરી છે. ઘણીવાર તમે વડીલોને સાંભળ્યા હશે કે ભોજન કર્યા પછી તરત સૂવું ન જોઈએ. પરંતુ આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો મોડી રાત્રે ઘરે આવે છે અને સવારે વહેલા નીકળી જાય છે. જેના કારણે તે પોતાની ઊંઘ પૂરી કરવા માટે ભોજન કર્યા બાદ તરત જ સૂઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભોજન કર્યા પછી તરત જ સૂવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આવો જાણીએ જમ્યા પછી તરત સૂવાના ગેરફાયદા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્યા પછી તરત સૂઈ જવાથી થાય છે નુકસાન


ખોરાક પચવામાં મુશ્કેલી
જો તમે ભોજન કર્યા પછી તરત જ સૂઈ જાવ તો ખોરાક સારી રીતે પચી શક્તો નથી. ઊંઘ્યા પછી, શરીરના મોટાભાગના ભાગો સ્થિર થઈ જાય છે અને કામ કરવાનું બંધ કરે છે. આવી સ્થિતિમાં, ઊંઘ દરમિયાન પાચનની પ્રક્રિયામાં અવરોધ આવે છે, જેના કારણે ખોરાક પચવામાં મુશ્કેલી થાય છે.


ડાયાબિટીઝના દર્દીઓ માટે ખતરનાક
ખોરાક ખાધા પછી શરીરમાં સુગર લેવલ વધી જાય છે. જેના કારણે લોહીમાં સુગર ઓગળવા લાગે છે. તેથી જ સુગરના દર્દીઓને ખોરાક ખાધા પછી ચાલવાની સલાહ આપવામાં આવે છે જેથી ખોરાક ઝડપથી પચી શકે.


અસ્વસ્થતા
જમ્યા પછી તરત સૂવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે. આંતરડા ખોરાકને પચાવવા માટે એસિડ બનાવે છે અને જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો, તો આ એસિડ પેટમાંથી બહાર નીકળીને ફૂડ પાઇપ અને ફેફસાના ભાગ સુધી પહોંચે છે અને આ બળતરાનું કારણ છે.


જમ્યા પછી કેટલા સમય બાદ ઉંઘવુ જોઈએ
નિષ્ણાંતોના મતે ભોજન અને ઊંઘ વચ્ચેનું અંતર લગભગ 3 કલાકનું હોવું જોઈએ. આના કારણે તમારું ભોજન પણ પચી જાય છે અને તમને કોઈ સમસ્યા થતી નથી. આ માટે જો તમે સાંજે 7 થી 7.30 વચ્ચે ડિનર ખાશો તો તે યોગ્ય રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube