ઝી મીડિયા/બ્યૂરો :ચહેરાથી લઈને પગને ચમકાવવા માટે આજે માર્કેટમાં ઢગલાબંધ બ્યૂટી પ્રોડક્ટ્સ છે. બ્રાન્ડેડથી લઈને નોનબ્રાન્ડેડ બ્યૂટી ક્રીમ છે. તો ગોરા બનાવતી વિવિધ ટ્રીટમેન્ટ પણ છે, જેના માટે લાખો રૂપિયા ખર્ચવામા આવે છે. પરંતુ પહેલાના જમાનામાં આમાનું કંઈ જ ન હતું. છતાં મહિલાઓ સ્વરૂપવાન દેખાતી હતી. પ્રાચીન કાળની અનેક મહિલાઓના વખાણના ઉલ્લેખ ગ્રંથોમાં મળી આવે છે. તેમની આ સુંદરતા બનાવટી નહિ, પરંતુ કુદરતી હતી. કેમ કે, તેઓ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને પોતાની સુંદરતા વધારતી હતી. તમે અનેક રાણીઓની તસવીરો જોશો તો સમજી જશો કે તેઓ કેટલી સુંદર હતી. તેમની સુંદરતા એટલી હતી કે, તેઓ કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરી લેતી. આજે પણ તેમની તસવીરો જોશો તો તમે તેને દુનિયાની સૌથી સુંદર મહિલાઓના ખિતાબ આપશો. તેથી જ રાજાઓ તેમની રાણીઓની સુંદર પર મોહિતી થઈ જતા હતા. પણ શું તમે ક્યારેય છે કે આખરે તેઓ આટલી સુંદર કેવી રીતે બનતી. પોતાની ત્વચાને એકદમ ચમકતી કેવી રીતે રાખતી. પોતાના રાજાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે તે કેવા પ્રકારના નુસ્ખા અપનાવતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : CM રૂપાણીના ઘરેથી આવેલા એક ફોનથી ગરીબ બ્રાહ્મણની જિંદગી બદલાઈ ગઈ
 
તો ચાલો આજે અમે તમને બતાવીએ કે પતિને લુભાવવા માટે રાણીઓની સુંદરતાના શું રહસ્ય હતા. તે કેવા પ્રકાના પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરી, જેનાથી તેઓ સુંદર દેખાય. તેઓ કેવી રીતે પોતાને સુંદર બનાવી રાખતી. ગ્રંથોમાં અને પ્રાચીન કાળના પુસ્તકોમા રાણીની સુંદરતાના રહસ્યોનો ઉલ્લેખ છે.  
 
રાણીઓની ન્હાવાની રીત એકદમ અલગ રહેતી. પહેલાના જમાનામાં રાણીઓ સામાન્ય પાણીની નહોતી ન્હાતી. તેઓ પાણીમાં દૂધ અને ગુલાબની પાંદડીઓ મિક્સ કરી. જેથી તેમની ત્વચા કોમળ અને સુંદર બની રહે. તેમના શરીરનો રંગ પણ હંમેશા નિખરતો રહે. દૂધ અને ગુલાબથી શરીરની ત્વચા નિખરી ઉઠે છે. 
 
આજના સમયમાં તમે જેને પરફ્યુમ કહો છો, તેને પહેલા અત્તર કહેતા. આ અત્તરને ફૂલોમાંથી બનાવવામાં આવતા. રાણીઓ પોતાના કપડા પર હંમેશા આ સુગંધીદાર અત્તર લગાવતી. જેનાથી તેમના કપડા આખો દિવસ સુગંધિત રહી શકે. આ અત્તરથી રાજા હંમેશા રાણી તરફ આકર્ષિત રહેતા. 


તમે પણ જો આ ટિપ્સનો ઉપયોગ કરો તો કોઈ રાણી જેવા જાજરમાન બની શકો છો. સુંદરતા અને મહિલાઓનો અનેરો નાતો છે. જો સ્ત્રી કોસ્ટેમિટ પ્રોડક્ટ્સને છોડીને કુદરતી સુંદરતા તરફ વળે તો તે જરૂર તેને  પ્રાપ્ત કરી શકે છે.