Ghee With Milk: દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવાથી થતા ફાયદા જાણી તમે પણ રહી જશો દંગ
Ghee With Milk: જો તમે એક ગ્લાસ દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવો છો તો તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ બમણા થઈ જાય છે. તો ચાલો આજે તમને દૂધમાં ઘી ઉમેરીને પીવાથી થતા ફાયદા વિશે જણાવીએ.
Ghee With Milk: આયુર્વેદમાં કહેવાયું છે કે દેશી ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દેશી ઘીથી થતા ફાયદાને ધ્યાનમાં રાખીને ઘીને લિક્વિડ ગોલ્ડ પણ કહેવાય છે. ઘીમાં ભોજન બનાવવાથી તેનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. ઘીના પૌષ્ટિક તત્વોની વાત કરીએ તો તેમાં વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે સહિતના પોષક તત્વો હોય છે. ઘી હેલ્ધી ફેટનો રીચ સોર્સ છે.
બીજી તરફ દૂધથી પણ ઘણા બધા ફાયદા થાય છે. દૂધમાંથી પણ શરીરને દરેક પ્રકારના પોષક તત્વો મળે છે તેથી જ તેને સંપૂર્ણ આહાર પણ કહેવાય છે. જો તમે એક ગ્લાસ દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવો છો તો તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ બમણા થઈ જાય છે. તો ચાલો આજે તમને દૂધમાં ઘી ઉમેરીને પીવાથી થતા ફાયદા વિશે જણાવીએ.
આ પણ વાંચો: શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલનો સફાયો કરી દેશે આદુ, આ રીતે ઉપયોગ કરશો તો થશે ઝડપથી અસર
- ઘી અને દૂધને સાથે લેવાથી શરીરની ફેટ પચાવવાની ક્ષમતા વધી જાય છે. સાથે જ જો શરીરમાં જરૂરી વિટામિનની ઉણપ હોય તો તે પણ દૂર થઈ જાય છે.
- દેશી ઘીમાં હેલ્થી ફેટ હોય છે જે શરીરને વિવિધ કાર્યો પૂરા કરવાની ઉર્જા પ્રદાન કરે છે. જેને શરીર પોતાની જરૂરિયાત અનુસાર ઉપયોગમાં લે છે.
આ પણ વાંચો: ડાયાબિટીસનો ઈલાજ છે આ જડીબુટ્ટી, સવારે ખાવાથી આખો દિવસ કંટ્રોલમાં રહે છે બ્લડ સુગર
- દેશી ઘી અને દૂધનું કોમ્બિનેશન કેલ્શિયમ અને વિટામિન ડી શરીરને પૂરું પાડે છે જેનાથી હાડકાનું સ્વાસ્થ્ય સુધરે છે. ઘીનું સેવન કરવાથી શરીરના સાંધામાં નેચરલ લુબ્રિકન્ટ ઉત્પન્ન થાય છે જે સાંધાના ઘસારાનું જોખમ ઘટાડે છે.
- ઘી પેટના એસિડને સ્ટીમ્યુલેટ કરીને ડાયજેસ્ટિવ સિસ્ટમનું સ્વાસ્થ્ય સુધારે છે. જેનાથી ખોરાકના પાચનમાં સહાયતા મળે છે. ઘી અને દૂધનું સેવન કરવાથી કબજિયાત ગેસ અપચો જેવી સમસ્યાઓ દૂર થાય છે.
આ પણ વાંચો: Health Tips: બંધ નાક 5 મિનિટમાં ખુલી જશે, ટ્રાય કરો આ આયુર્વેદિક ઉપાય
- એક ગ્લાસ દૂધમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવાથી મેટાબોલિઝમ સુધરે છે. તેના કારણે વજન ઘટવાનું પણ ઝડપથી શરૂ થાય છે તેને રેગ્યુલર પીવામાં આવે તો પેટ અને કમરની ચરબી ઝડપથી ઓછી થઈ જાય છે.
- જો તમને રાત્રે ઊંઘ ઝડપથી આવતી ન હોય તો તમે રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં ઘી ઉમેરીને પીવાની શરૂઆત કરી દો. તેનાથી ગાઢ ઊંઘ આવે છે.
આ પણ વાંચો: કાચી ડુંગળી વિના ગળે નથી ઉતરતું જમવાનું ? તો જાણી લો તેનાથી થતા નુકસાન વિશે પણ
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)