Coconut Health Benefits : ગરમીના દિવસોમાં ફિટ અને હેલ્ધી રહેવા માટે મોટાભાગે લોકો નાળિયેર પાણી પીતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ઉનાળાના દિવસોમાં નાળિયેર ખાવાથી પણ શરીરને લાભ થાય છે ? નાળિયેરની તાસીર ઠંડી હોય છે જેના કારણે તે ગરમીના દિવસોમાં શરીર માટે લાભકારી સાબિત થાય છે. નાળિયેર ખાવાથી પાચન સારું રહે છે અને હાડકા પણ મજબૂત થાય છે. નાળિયેર ખાવાથી હૃદયના રોગ પણ દૂર રહે છે. નાળિયેર એટલું પૌષ્ટિક હોય છે કે તેને કોઈપણ ઋતુમાં ખાઈ શકાય છે પરંતુ ગરમીના દિવસોમાં ખાવાથી તેનાથી વધારે ફાયદો થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ઘરે બનાવેલું આયુર્વેદિક આમળાનું તેલ લગાવશો તો વાળ થશે મજબૂત, વાળ ખરતાં અટકશે


ઉનાળામાં થતી આંખની બળતરાની તકલીફ તુરંત દુર કરવા અપનાવો આ ઘરગથ્થુ ઉપાય


રૂપિયા કે દેખાવ નહીં... મહિલાઓ પુરૂષોમાં ઈચ્છે છે આ ખાસિયતો, આ ગુણ સૌથી વધુ જરૂરી


નાળિયેર ખાવાના ફાયદા


પાચન રહે છે સારું


ગરમીના દિવસોમાં જો તમારે પાચન સારું રાખવું હોય તો નાળિયેરનું સેવન કરવું જોઈએ. કારણ કે નાળિયેરમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે જે આંતરડાને મજબૂત રાખે છે અને પાચન સુધારે છે. ગરમીના દિવસોમાં નાળિયેર ખાવાથી પાચન ક્રિયા બરાબર રહે છે.


પેટમાં રહે છે ઠંડક


ઘણા લોકોને ગરમીના દિવસોમાં પેટમાં બળતરા ની ફરિયાદ રહેતી હોય છે આવી સ્થિતિમાં નાળિયેરનું સેવન કરવાથી લાભ થાય છે. નાળિયેરની તાસીર ઠંડી હોય છે જો તમે ઉનાળામાં નાળિયેરનું સેવન કરો છો તો તેનાથી પેટને ઠંડક મળે છે. ઉનાળામાં રોજ તમે સુકુ નાળિયેર ખાઈ શકો છો.


લૂ અને ગરમીથી મળશે રાહત


ઉનાળાના દિવસોમાં સૌથી મોટું જોખમ લૂ અને ગરમી લાગવાનું હોય છે. જો કોઈ વ્યક્તિને લુ લાગી જાય છે તો તેની તબિયત ખરાબ થઈ શકે છે. તેવામાં આ સમસ્યાને ટાળવા માટે નાળિયેરનું સેવન કરવું જોઈએ. જો તમે ગરમીના દિવસોમાં રોજ કોઈ રીતે નાળિયેરનું સેવન કરો છો તો તમારું શરીર ઠંડક રહે છે અને ગરમી લાગવાની સમસ્યા થતી નથી.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)