નવી દિલ્હીઃ Health Benefits of Washing Feet Before Sleeping:જો તમે અત્યાર સુધી દિવસભરના કામકાજ બાદ પગ ધોયા વગર બેડ પર સુવા પહોંચી જાવ છો તો તમારે તમારી આ આદતને તત્કાલ બદલવાની જરૂર છે. આમ કરવાથી તમે અજાણતા તે હેલ્થ બેનિફિટ્સને ખુદથી દૂર કરી રહ્યાં છો જે રાત્રે પગ ધોઈને સુવાથી મળે છે. તમને ખ્યાલ નહીં હોય કે પગ ધોઈને સુવુ માત્ર હાઇજીન નથી પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા મળે છે. તેવામાં આજે અમે તમને રાત્રે પગ ધોઈને સુવાથી મળતા ફાયદા વિશે જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રે પગ ધોઈને સુવાથી મળતા ફાયદા


પગના સ્નાયુઓને મળે છે આરામ
વ્યક્તિના શરીરનું સમગ્ર વજન તેના પગ દ્વારા દિવસ દરમિયાન વહન કરવામાં આવે છે. જેના કારણે પગમાં જકડાઈ જવા કે ખેંચાણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમને પણ આ સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા પગ ધોયા પછી જ સૂઈ જાઓ. આમ કરવાથી માત્ર પગની માંસપેશીઓ જ નહીં પરંતુ સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે.


એથલીટ ફુટની સમસ્યાથી રાહત
સ્લીપ ડોટ કોમમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર જે લોકોને પગમાં વધુ પરસેવાની સમસ્યા રહે છે, જેને હાઈપરહાઈડ્રોસિસ પણ કહેવામાં આવે છે, તેણે રાત્રે પગ ધોયા વગર સુવુ જોઈએ નહીં. પગને ધોઈને સુવાથી બેક્ટેરિયાનો વિકાસ થતો નથી, જેનાથી એથલીટ ફુટની સમસ્યાને  ઘટાડવામાં મદદ મળે છે.


આ પણ વાંચોઃ Hiccup: ચપટી વગાડતાં જ બંધ થઇ જશે તમારી હેડકી, અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર


રિલેક્સ
આખો દિવસ દોડવાથી પગના સ્નાયુઓ અને હાડકાંમાં દુખાવો થાય છે, તેમજ સ્નાયુઓમાં તણાવ રહે છે. રાત્રે પગ ધોયા પછી સૂવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે અને તે હળવાશ પણ અનુભવે છે. આયુર્વેદમાં પણ રાત્રે સૂતા પહેલા પગ ધોવાની સલાહ આપવામાં આવી છે. આમ કરવાથી ન માત્ર સારી ઊંઘ આવે છે પરંતુ વ્યક્તિ તણાવમુક્ત પણ અનુભવે છે.


યોગ્ય બની રહે છે શરીરનું તાપમાન
જે લોકોને રાત્રે વધુ ગરમી લાગે છે તેણે પણ રાત્રે પગ ધોઈને સુવુ જોઈએ. રાત્રે સુતા પહેલા પગ ધોવાથી શરીરનું તાપમાન સામાન્ય બનેલું રહે છે. 


પગમાં આવતી દુર્ગંધથી રાહત
દિવસભર મોજા પહેરવાથી પગમાં દુર્ગંધ આવવા લાગે છે. જેનાથી છુટકારો મેળવવા માટે પગને જરૂર ધોવા જોઈએ. આમ કરવાથી ન માત્ર પગમાં હવા લાગે છે પરંતુ પગ ફ્રેશ અનુભવ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube