Heart Attack: આ બ્લડ ટેસ્ટ પરથી 6 મહિના પહેલા જાણી શકાશે હાર્ટ એકેટ આવવાનું જોખમ છે કે નહીં
Heart Attack: હવે એક બ્લડ ટેસ્ટ કરાવીને જાણી શકાશે તે હાર્ટ એટેક આવવાનું જોખમ છે કે નહીં. વૈજ્ઞાનિકોની ટેકનીક અનુસાર લોહીમાં રહેલા કેટલાક વિશેષ મોલિક્યૂલ વિશે જાણીને ચકાસી શકાય છે કે હાર્ટ એટેક આવવાની સંભાવના કેટલી છે.
Heart Attack: હાર્ટ એટેકનું નામ આવતા જ મનમાં ચિંતા વધી જાય છે. આ એક જીવલેણ સ્થિતિ છે જે કોઈને પણ ક્યારેય પણ થઈ શકે છે. પરંતુ જો તમે કોઈ કહે કે તમે 6 મહિના પહેલા જ જાણી શકો છો કે તમને હાર્ટ એટેક આવશે કે નહીં તો ? તો ચોક્કસથી તમે ટેસ્ટ કરાવી જ લેશો.. વૈજ્ઞાનિકોએ એવી ટેકનિક વિકસિત કરી છે જે આ કામ કરી શકે છે.
આ પણ વાંચો: આ વિટામિનની ખામીથી વધી જાય છે વંધત્વની સંભાવના, ખામી દુર કરવા ખાવી આ વસ્તુઓ
હવે એક બ્લડ ટેસ્ટ કરાવીને જાણી શકાશે તે હાર્ટ એટેક આવવાનું જોખમ છે કે નહીં. વૈજ્ઞાનિકોની ટેકનીક અનુસાર લોહીમાં રહેલા કેટલાક વિશેષ મોલિક્યૂલ વિશે જાણીને ચકાસી શકાય છે કે હાર્ટ એટેક આવવાની સંભાવના કેટલી છે.
સ્વીડનની ઉપ્સાલા યૂનિવર્સિટીના શોધકર્તાઓએ નવું સંશોધન કર્યું છે. જે અનુસાર લોહીમાં ખાસ પ્રોટીનની માત્રાથી ભવિષ્યમાં હાર્ટ એટેકનું જોખમ કેટલું છે જે જાણી શકાય છે. આ ટેસ્ટ અંદાજે 6 મહિના પહેલા જ સંભવિત જોખમના સંકેત જણાવે છે.
આ પણ વાંચો: તરબૂચને ફ્રીજમાં રાખવાની ભુલ તમે પણ કરો છો? જાણો ઠંડુ તરબૂચ ખાવાથી થતા નુકસાન વિશે
આ અધ્યયનમાં 1 લાખથી વધુ લોકોના બ્લડ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. આ લોકોને પહેલાથી કોઈ હાર્ટ પ્રોબ્લેમ ન હતો. તેમાંથી 430 લોકોને 6 મહિનામાં પહેલો હાર્ટ એટેક આવ્યો. શોધકર્તાઓએ આ લોકોના રક્તની તુલના હેલ્ધી લોકોના બ્લડ સાથે કરી તો તેમના લોહીમાં 91 એવા મોલિક્યૂલ મળ્યા જેને હાર્ટ એટેકના સંકેત માની શકાય છે.
આ પણ વાંચો: હાર્ટ પેશન્ટ માટે આ ડેરી પ્રોડક્ટ છે અસુરક્ષિત, હાર્ટ પ્રોબ્લેમનું જોખમ વધારે છે
અધ્યયન કરનાર નિષ્ણાંતોનું કહેવું છે કે આ મોલિક્યૂલ પર હજી વધારે શોધ કરવાની જરૂર છે. પરંતુ સારી વાત એ છે કે હાલ ડોક્ટરો પાસે એવા ટેસ્ટના વિકલ્પ છે જે હાર્ટ એટેકના જોખમ વિશે જણાવે છે. આ સિવાય શોધકર્તા એવું ટૂલ પણ વિકસિત કરે છે જેનાથી વ્યક્તિ શરીરના ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ સહિતના લક્ષણોના આધારે હાર્ટ એટેકની સંભાવના ચકાશી શકે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)