Health Tips: પાણીથી ભરપૂર શાકભાજીમાંથી એક દુધી પણ છે. દુધીમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી સહિત અનેક પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી પેટ હેલ્ધી રહે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આજે તમને ઝડપથી વજન ઘટાડવા માટે દૂધીના રસનું સેવન કેવી રીતે કરવું તેની રીત જણાવીએ. જો તમે રોજ સવારે ખાલી પેટ દુધીના રસનું સેવન કરો છો તો વજન ઝડપથી ઘટે છે. વજન ઘટાડવા માટે ઉપયોગી એવો દુધીનો રસ તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ફ્રીઝમાં રાખેલા લોટની રોટલી કે ભાખરી તમે પણ ખાતા હોય તો વાંચો તેનાથી થતા નુકસાન વિશે


પ્રોટીન મેળવવા ઈંડા ખાવાની નહીં પડે જરૂર, આ શાકભાજીનું સેવન કરવાથી પણ થાય છે લાભ


આ વસ્તુઓનો ડાયટમાં કરશો સમાવેશ તો શરીરમાં જળવાઈ રહેશે એનર્જી


દુધીનો જ્યુસ બનાવવાની સામગ્રી


દુધી
લીંબુનો રસ
ફુદીનાના પાન
જીરુ


દુધીનો જ્યુસ કેવી રીતે બનાવવો


દુધીનો જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા દૂધીને ધોઈ અને ઝીણા ટુકડામાં સમારી લો. હવે દૂધીના ટુકડાને બ્લેન્ડરમાં ભરી તેમાં 15 થી 20 ફુદીનાના પાન એક ચમચી જીરું ઉમેરો. ત્યાર પછી એક કપ પાણી ઉમેરો અને પાંચ મિનિટ સુધી તેને બ્લેન્ડ કરો. ત્યાર પછી દૂધીના જ્યુસને ગાળી અને એક વાસણમાં કાઢો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ ઉમેરીને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. રોજ સવારે આ રીતે દુધીનો જ્યુસ પીશો તો દિવસભર એનર્જી પણ જળવાઈ રહેશે અને ઝડપથી વજન પણ ઘટશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)