હાર્ટએટેકથી કોઈના મોતના તમાશો ન જોતા, ઘરમાં એક જણાને CPR આપતા આવડવું જોઇએ
Heart Attack : ગુજરાતમાં હાર્ટ અટેકથી વધુ એકનું મૃત્યુ... ગુજરાતમાં વધી રહ્યા છે હાર્ટએટેકથી મોતના કિસ્સા... દર્દીને સમયસર સારવાર મળે તે માટે દરેક જણે સીપીઆર ટ્રેનિંગ શીખી લેવી જરૂરી બન્યું છે
CPR Treatment : ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. રોજ કોઈને કોઈ શહેરોમાંથી હાર્ટએટેકથી મોતના ખબર આવી રહ્યાં છે. સમયસર સારવાર ન માળતા છાતીમાં દબાણ વધતા લોકો મોતને ભેટી રહ્યાં છે. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, હવે નાના બાળકો અને કોલેજમાં ભણવા વિદ્યાર્થીઓ પણ તેના શિકાર થઈ રહ્યાં છે. સરકાર માટે પણ આ બાબત ચિંતાજનક બની ગઈ છે. જોકે, હાર્ટએટેકને ટાળવાનો એક જ ઉપાય છે સીપીઆર. જો વ્યક્તિને સમયસર સીપીઆર આપવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. પરંતુ આપણે ત્યા એ અવેરનેસ નથી. પરંતુ હવે સમય આવી ગયો છે કે, દરેક વ્યક્તિએ સીપીઆર આપવાની ટ્રેનિંગ લઈ લેવી જોઈએ. ઘર, ઓફિસ, શૈક્ષણિક સંસ્થા ગમે ત્યા જ આવી રીતે કોઈ ભોગ બને તો સીપીઆરથી તમે તેનો જીવ બચાવી શકો છો. હવે સમય આવી ગયો છે કે, શાળા લેવલે વિદ્યાર્થીઓને સીપીઆર આપવાની તાલીમ આપવામા આવે છે.
ગુજરાતમાં ત્રણ દિવસમાં બે વિદ્યાર્થીઓના હાર્ટએટેકથી મોત
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં બે વિદ્યાર્થીઓના હાર્ટ એટકેથી મોત નિપજ્યા છે. ત્રણ દિવસ પહેલા નવસારીમાં ધોરણ-12 ની વિદ્યાર્થીનીનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હતું. આ વિદ્યાર્થીની 17 વર્ષની હતી. તો આજે રાજકોટના એન્જિનિયરીંગના એક વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. આ બંને ઘટનાઓ ગુજરાત માટે શોકિંગ છે. આવું તમારા કોઈ પરિચિત સાથે ન થાય અને તમે તમનો સમયસર જીવ બચાવી શકો તે માટે સીપીઆર શીખી લેવુ બહુ જ આવશ્યક છે.
ધોરણ-12ની વિદ્યાર્થીનીને શાળામાં આવ્યો હાર્ટએટેક, રિશેષમાં બેહોશ હાલતમાં મળી હતી
ઘરમાં એક જણાને CPR આપતા આવડવું જોઇએ
સીપીઆરમાં વ્યક્તિની છાતી પર દબાણ બને છે. જેનાથી બ્લડ ફ્લોને ઠીક કરવામાં મદદ મળે છે. તમારાં બંને હાથને દર્દીની છાતીની વચ્ચે રાખો અને 100થી 120 પ્રતિ મિનિટના દરે જોરથી છાતી પર ધક્કો (Pressure) આપો. દરેક ધક્કા બાદ છાતીને પોતાની સામાન્ય સ્થિતિમાં આવવા દો. ઇમરજન્સી હેલ્પ પહોંચે ત્યાં સુધી આવું કરતાં રહેવું.
રાજકોટમાં એન્જિ.ના વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત, મધ્યમવર્ગીય પરિવારે દીકરો ગુમાવ્યો
ગુજરાત પોલીસને અપાઈ સીપીઆરની તાલીમ
તાજેતરમાં પોલીસના જવાનોને વિશેષ CRPની તાલીમ આપવામાં આવી હતી. ડોકટરોની વિશેષ ટીમ દ્વારા પોલીસ અધિકારી અને કર્મચારીઓને CRPની તાલીમ આપવામાં આવી હતી. ઇમરજન્સી સમયે કાર્ડિયાકની સારવાર પોલીસ આપી શકે તે માટે તેમને CRP ની તાલીમ આપવામાં આવી હતી. ગૃહ મંત્રી રાજ્ય મંત્રી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ તાલીમ લીધી હતી. જ્યા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતની શાંતિ સલામતી માટે ચિંતા કરતી પોલીસ આવનારા દિવસોમાં લોકોના પ્રાણ રક્ષક તરીકેની પણ સેવા કરશે. હવે રાજ્યના કોઈ પણ નાગરિકોને અચાનક હાર્ટ એટેક આવે, 108 જ્યાં સુધીમાં આવે તે પહેલા દર્દીના અવર્સના સમયમાં CPR ના માધ્યમથી તેનો જીવ બચાવવાના પ્રયાસમાં ડોક્ટરોની સાથે ગુજરાત પોલીસ પણ જોડાશે.
ડીસાનો હસતો-રમતો ઠાકોર પરિવાર વિખેરાયો : થરા હાઈવે પર અકસ્માતમાં પતિ-પત્ની અને દીકરી
ગુજરાતમાં વધ્યા હાર્ટએટેકના કિસ્સા
રાજકોટ સહિત રાજ્ય અને દેશમાં યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે આગળ વધી રહ્યા છે. વધતા જતા હાર્ટ એટેકના બનાવ અંગે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે પણ ચિંતા વ્યક્ત કરી છે. કોરોના બાદ સુરત સહિત ગુજરાતમાં ક્રિકેટ- જીમ, ભણતા સમયે અનેક કિસ્સાઓમાં લોકોને હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. આવા બનાવ દરમિયાન દર્દીને ત્વરિત સારવાર મળે તે માટે ભાજપના ડોક્ટર સેલ દ્વારા સીપીઆર (Cardiopulmonary Resuscitation) ટ્રેનિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં સીપીઆર ટ્રેનીંગ શરૂ કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ પાટીલે સી.પી.આર. ટ્રેનિંગ થકી લોકોના જીવન બચાવવાનું કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ૩૦૦૦ અને સ્મીમેર હોસ્પિટલમાં ૨૭૦૦ કાર્યકર્તાઓને સી.પી.આર.ટ્રેનિંગ આપી સજ્જ કરવામાં આવ્યા હતા.
અમેરિકા જવાનો વધુ એક ડેન્જરસ ખેલ : GRE ટેસ્ટમાં આ રીતે કરાતી હતી છેતરપીંડી
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના આ શહેરો આજે હાઈએલર્ટ પર, ભયંકર વરસાદની આગાહી