ઝી બ્યૂરો, અમદાવાદઃ હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે. ત્યાં જ લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે. ઉનાળાની સીઝનમાં લોકોને લુ લાગવાની સમસ્યામાં વધારો થાય છે.લુ લાગવાના કારણે વ્યક્તિને ઉલટી થતા શરીરમાં પાણીની માત્રા ઘટી જાય છે. લોકો લુ થી બચવા અનેક તરકીબો અપનાવતા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લુ લાગવાના લક્ષણો:
માથાનો દુખાવો, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, શરીરનું તાપમાન વધવું, ચામડી લાલ થવી, થાક લાગવો અને સ્નાયુઓનો દુખાવો, ઝાડા-ઉલટી થવા આ તમામ લુ લાગવાના લક્ષણો છે.


હવે લુ થી બચવાના ઉપાયો જાણોઃ
1-વધારે માત્રામાં પાણી પીવું

ઉનાળામાં લુ ન લાગે તે માટે સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ. કામ દરમિયાન સમયાન્તરે આરામ કરવો. સાથોસાથ કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું.


2-કેરીનું સેવન
ગરમીની સિઝનમાં કેરીનો બાફલો સ્વાસ્થ્યવર્ધક ટોનિક કહેવામાં આવે છે. દરરોજ કેરીનો બાફલો પીવાથી શરીરને ઠંડક મળતા લૂ નથી લાગતી.


3-કોથમીર
લોકો કોથમીરનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરતા હોય છે. પરંતુ કોથમીર વાળું પાણી પીવાથી લૂ થી બચી શકાય છે. તાજી કોથમીરને પાણીમાં પલાળ્યા બાદ ખાંડ નાખીને પાણી પીવું


3- છાશનું સેવન
છાસ પીવાના અનેક ફાયદા છે. ગરમીની સિઝનમાં છાસમાં મરી પાવડર અને જીરું નાખીને છાસ પીવાથી લૂ નથી લાગતી. સાથોસાથ શરીરમાં પાણી માત્રા ઓછી નથી થતી.


4-આંબલીનું સેવન
લૂ થી બચવા માટે આંબલીનાં બીજને ક્રશ કરીને તેનો પાવડર બનાવી પાણીમાં ખાંડ અને આંબલીનો પાવડર નાખીને પીવાથી પાચનતંત્ર સારું રહે છે.


5-લીલા નાળીયેર
નાળિયેર પાણીમાં ભરપૂર ગુણો હોય છે. ગરમીમાં નાળિયેર પાણીનું સેવન કરવાથી ઔષધીની જરૂર નથી રહેતી. દરરોજ નાળિયેર પાણી પીવાથી લૂ નથી લાગતી.


6- ડુંગળીનું સેવન
ગરમીમાં લૂ ની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડુંગળીનું અકસીર ઈલાજ છે. દરરોજ ડુંગળી ખાવાથી શરીરનું તાપમાન સારું રહે છે. ડુંગળીનો રસ નીકાળીને પણ પી શકો છો.


7-લીંબુ શરબત
લૂ થી બચવા માટે લીંબુનો શરબતનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા ઓછી નથી થતી. લીંબુ પાણી પીવાથી શરીરમાં એનર્જી રહે છે..