હિંગના સેવનના ફાયદા જાણશો તો ફાયદામાં રહેશો, માત્ર ચપટી હિંગથી થશે ચમત્કાર
સામાન્ય રીતે શાકભાજી અને દાળમાં નાખવા માટે હીંગનો ઉપયોગ કરાય છે, તેથી તે ‘બઘારણી’ તરીકે પણ ઓળખાય છે. હીંગ એ ફેરોલા ફાઇટિસ નામના છોડનો રસ છે. તેનો છોડ 60 થી 90 સે.મીનો હોય છે. આ છોડ – ઇરાન, અફઘાનિસ્તાન, તુર્કિસ્તાન, બ્લુચિસ્તાન, કાબુલ અને ખુરાસન – ડુંગરાળ વિસ્તારોમાં વધુ ઉગાડવામાં આવે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ હિંગના પાંદડા અને છાલને કાપીને દૂધ ઉત્પન્ન કરવામાં આવે છે અને તે દૂધ ઝાડ પર સૂકવીને ગુંદર બનાવાય છે, હિંગના પાંદડા સૂકાયા પછી તેને હીંગ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હીંગનો ઉપયોગ અનેક લોકો કરે છે. આપણા દેશમાં તેનો વિશાળ વપરાશ છે. હીંગ અનેક રોગો મટાડે છે. વૈદ્ય કહે છે કે હીંગનો ઉપયોગ કરતા પહેલા તેને શેકવું જોઈએ. ચંદરી હીંગ, યુરોપિયન વાણિજ્યની હીંગ, ભારતીય હીંગ, વંદંગ હીંગ આ ચાર પ્રકારના હીંગ બજારમાં જોવા મળે છે. રાંધતી વખતે આપણે ઘણા મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ, જે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે રસોડામાં પણ તમારા સ્વાસ્થ્યનું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો આજે અમે તમને હીંગના પાણી વિશે જણાવીએ. જે પીવાથી ઘણા ફાયદાઓ થશે
પીઠનો દુખાવો
1 ગ્રામ શેકેલી હીંગને થોડા ગરમ પાણીમાં મિક્સ કરીને ધીરે ધીરે પીવાથી પીઠનો દુખાવો, અવાજની પીડા, લાંબી ઉધરસ અને શરદીમાં રાહત મળે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રણ
ખોરાકમાં હીંગ ખાઓ અથવા તેને પાણીમાં ભળીને પીવો. બંને તમારા શરીર માટે ફાયદાકારક છે. હીંગનું પાણી શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
ભૂખ ઓછી થવી
ખોરાક લેતા પહેલા માખણ સાથે ઘીમાં શેકેલી હિંગ અને આદુનો ટુકડો લો. આનાથી તમારી ભૂખ વધશે.
અથાણું બગડતું અટકશે
અથાણને બચાવવા માટે પહેલા વાસણમાં હીંગ ભરો. ત્યારબાદ તેમાં અથાણું ભરી લો. આ ઉપયોગથી અથાણું બગડશે નહિ.
પેટના દુખાવામાં રાહત
પેટની તકલીફમાં હીંગ રાહત આપે છે અને લોકો ઘણીવાર આ સમસ્યા સાથે સંઘર્ષ કરતા જોવા મળે છે. પરંતુ એક ગ્લાસમાં ચપટી હીંગ તમારા પેટની સમસ્યા દૂર કરશે. હીંગના પાણીમાં હાજર એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ખરાબ પેટ અને એસિડિટી ઉપરાંત અનેક રોગોથી રાહત આપે છે.
પાંસળીનો દુખાવો
હીંગને ગરમ પાણી સાથે મિક્સ કરો અને પાંસળી પર માલિશ કરો. તેનાથી પીડામાં રાહત થશે.
હાડકાં અને દાંત મજબૂત બનાવે છે
હીંગનું પાણી બળતરામાં રાહત આપે છે જે હાડકાંને મજબૂત બનાવે છે. હીંગમાં મળેલા એન્ટી-ક્સિડેન્ટ દાંતને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. દાંતના દુઃખાવા તેમજ પેઢાના દુખાવામાં હિંગનું પાણી રાહત આપે છે.
કૂતરાંના કરડવા પર
કૂતરુ કરડે તો હીંગ ફાયદો આપશે. હીંગને પાણીમાં પીસી લો અને કૂતરુ કરડ્યું હોય તે સ્થળે લગાવશો તો ફાયદો થશે.