રડવાના સ્પેશિયલ ક્લાસ! શું તમે જાણો છો રડવાના પણ હોય છે ગજબ ફાયદા?
benefits of crying: તમને વિશ્વાસ નહીં થાય પણ રડવાના પણ હોય છે ઘણાં બધા ફાયદા. રડવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય તે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. હવે તો લોકો રડવાના સ્પેશિયલ ક્લાસમાં પણ જાય છે.
benefits of crying: ભગવાને આ માનવ શરીરની અદભુત રચના કરી છે. જો તમે હસતા હોવ તો પણ તેના ફાયદા થાય છે. જો તમે રડતા હોવ તો પણ તેના અનેક ફાયદા થાય છે. મેડિકલ સાયન્સમાં આના અનેક પુરાવા આપવામાં આવ્યાં છે. અનેક ફાયદા હોવાને કારણે જ મેડિટેશન સહિતના વિવિધ વર્ગોમાં રડવાના પણ સ્પેશિયલ ક્લાસ ચલાવવામાં આવે છે.
તમે હસવાના ફાયદા તો સાંભળ્યા જ હશે, પણ રડવાના પણ ઘણા બધા ફાયદા છે. રડવું એ એક સામાન્ય ક્રિયા છે, જે વિવિધ અભિવ્યક્તિઓને કારણે ઉદ્ભવે છે. સંશોધનકારો કહે છે કે રડવું તમારા મગજ અને શરીર બંને માટે ફાયદાકારક છે. તમને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે માનવ આંસુ ત્રણ પ્રકારનાં હોઈ શકે છે. આ લેખમાં, અમે આંસુના પ્રકારો અને રડવાના સ્વાસ્થ્ય લાભો વિશે જાણાવીશું....
આંસુના પ્રકાર જાણો-
માનવ આંખોમાંથી ત્રણ પ્રકારના આંસુઓ આવે છે. જેવા-
1-આંખો ઝપકવાથી પણ આંસુ નિકળે છે.જે આંખોમાં નમી જાળવવાનું કામ કરે છે. આ આંસુનું નામ બેસલ આંસુ છે.
2-આંસુઓનો બીજો પ્રકાર રિફ્લેક્સ આંસુ છે, જે આંખોના હવા, ધૂમ્રપાન, માટી વગેરેના સંપર્કને કારણે આવે છે. આ આંસુઓ દ્વારા શરીર આંખોનું રક્ષણ કરે છે.
3-આ સિવાય વિવિધ લાગણીઓને કારણે માનવો પણ આંસુ વહાવે છે. જેને ભાવનાત્મક આંસુ કહેવામાં આવે છે.
રોવોના ફાયદા-
1-રડવાથી તમારી ભાવનાઓને નિયંત્રણમાં રહે છે અને માનસિક તણાવ ઘટાડે છે.
2- રડવાથી તમને અન્ય લોકો તરફથી ભાવનાત્મક ટેકો મળે છે
3-રડવાથી શરીરમાં ઓક્સીટોસિન અને એન્ડોર્ફિન હોર્મોન્સનું ઉત્પાદન ઉત્તેજિત કરે છે, જે તમને શારીરિક અને ભાવનાત્મક પીડાથી રાહત આપે છે.
4-જ્યારે તમે તણાવને કારણે રડો છો ત્યારે તમારા આંસુમાં ઘણા પ્રકારના સ્ટ્રેસ હોર્મોન્સ બહાર આવે છે. જે તમારા શરીર માટે સારું છે.
5-આંસુમાં આઇસોઝાઇમ નામનું પ્રવાહી હોય છે, જે આંખો માટે હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે અને આંખો સાફ કરે છે.
6-જ્યારે કોઈ વ્યક્તિ ઝબકતું હોય ત્યારે બેસલ આંસુ બહાર આવે છે. જે મ્યુકસ મેમ્બ્રેનને સૂકવવાથી બચાવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)