નવી દિલ્હીઃ વિશ્વમાં સૌથી વધુ લોકો કોફીનું સેવન કરે છે, પરંતુ ભારતમાં ચાની દીવાનગી છે. તેમાં કોઈ બેમત નથી કે ચા આળસને તત્કાલ ભગાડવામાં ઉપયોગી છે, મૂડને ફ્રેશ રાખે છે. પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે કોફીના મુકાબલે ઓછી ફાયદાકારક છે, ખાસ કરી જે રીતે તેને ભારતીય ઘરોમાં દૂધ અને ખાંડની સાથે તૈયાર કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે દિવસમાં 3 કપ ચા દૂધ સાથે પીઓ છો, તો તેનાથી સ્થૂળતા, ખીલ, પાચનની સમસ્યાઓ, ચિંતા, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ જેવા જૂના રોગોનું જોખમ વધી શકે છે. પરંતુ કોફી સાથે આવું બિલકુલ નથી.


કોફીના ફાયદા
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના રિપોર્ટ અનુસાર દિવસમાં ત્રણવાર કોફી પીવી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. તેમાં આળસથી છુટકારાથી લઈને હાર્ટ ડિજીસ જેવી ઘણી ખતરનાક બીમારીઓથી બચાવ સામેલ છે.


એનસીબીઆઈના રિપોર્ટ અનુસાર કોફીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ હો છે, જે શરીરમાં કેન્સર કોશિકાઓનો વિકાસ રોકવામાં મદદ કરે છે. ખાસ કરી લિવર કેન્સર અને કોલન કેન્સરના જોખમને ઘટાડવામાં કોફી સહાયક હોય છે.


આ પણ વાંચોઃ દિવાળી પર દેખાવા માંગો છો સ્લિમ અને ફિટ? આ 5 એક્સરસાઇઝથી ટ્રાંસફોર્મ કરો તમારી બોડી


ડાયાબિટીસનો ખતરો ઓછો
કોફી પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસનો ખતરો પણ ઓછો રહે છે. તે ઇંસુલિન સંવેદનશીલતાને વધારે છે, જેનાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. 


ફેટી લિવર નથી થતું
ફેટી લિવરમાં કોફી પીવાથી સોજા સહિત તેના લક્ષમ ઓછા થાય છે. તેથી હેપેટાઇટિશ દર્દીને દૂધ વગરની કોફી પીવાની સલાહ આપવામાં આવે છે.


હ્રદય રોગ
ઘણા અભ્યાસમાં સામે આવ્યું છે કે નિયમિત રૂપથી કોફી પીવાથી હાર્ટના રોગનું જોખમ ઓછું થાય છે. પરંતુ તે માટે જરૂરી છે કે તમે ફિલ્ટર કોફી પીવો, કારણ કે અનફિલ્ટર અને એક્સપ્રેસોમાં ડાયટેરપીનસની માત્રા વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલ વધારવા માટે જાણીતું છે.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.