નવી દિલ્હીઃ દેશમાં ડાયાબિટીસના દર્દી ઝડપથી વધી રહ્યાં છે. આ સમયે દરેક ઉંમરના લોકો તેની ઝપેટમાં આવી રહ્યાં છે. હંમેશા ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ખાવા-પીવાની ઘણી આદતો પર કંટ્રોલ કરવો પડે છે. પરંતુ ઘણી એવી વસ્તુ હાજર છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ દવાથી ઓછી નથી. આ રીતે ડાયાબિટીસના દર્દી લીંબુનું સેવન કરી શકે છે. લીંબુમાં ઘણા ગુણ હોય છે. લીંબુને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીંબુમાં વિટામિન- C ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે લીંબુમાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર જેવા પોષક તત્વો પણ હોય છે. તેમાં એન્ટી કેન્સર (Anti Cancer),એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-માઇક્રોબિયલ ગુણ પણ હોય છે. લીંબુને ડિટોક્સના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. તેના સેવનથી લોહીને સાફ કરી શકાય છે અને અસ્થમાના રોગોમાં પણ ફાયદાકારક છે. ઘણા લોકો પોતાના દિવસની શરૂઆત લીંબુ પાણી પી શરૂ કરે છે.


ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક લીંબુ
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લીંબુ ફાયદાકારક છે. લીંબુનો રસ બ્લડમાં ગ્લૂકોઝને ઘટાડે છે. લીંબુ એક ઓછા ગ્લાઇકેમિક ઈન્ડેક્સવાળું ફૂડ છે. જો તમે તમારા ડાયટમાં લીંબુ લો તો તેનાથી બ્લડ સુગર લેવલને ઘટાડી શકાય છે. લીંબુમાં 2.4 ગ્રામ ફાઇબર હોય છે. લીંબુના સેવનથી ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર પણ ઘટે છે. ડાયાબિટીસના દર્દીઓમાં હંમેશા પેટ સાથે જોડાયેલી સમસ્યા રહે છે. તેવામાં તેણે લીંબુનું સેવન કરવું જોઈએ. હકીકતમાં પેટને જલ્દી ખાલી કરવા અને હેલ્ધી રાખવા માટે લીંબુનું જ્યુસ કે લીંબુ પાણી સારી રીતે મદદ કરે છે. તેવામાં દરરોજ સવારે ખાલી પેટ લીંબુ પાણી પી તમે તમારૂ મેટાબોલિઝ્મ સારૂ કરી શકો છો. 


હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે લીંબુ
લીંબુમાં પોટેશિયમની સારી માત્રા હોય છે. પોટેશિયમ દર્દીના બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઘટાડી શકાય છે. 


ડિહાઇડ્રેશનને ઘટાડે છે લીંબુ
ડાયાબિટીસના દર્દીઓને હંમેશા ડિહાઇડ્રેશનનો ખતરો રહે છે. સામાન્યથી વધુ બ્લડ તમારા શરીરના તરલ પદાર્થને ખતમ કરી દે છે. જો હેલ્ધી રહેવું છે તે લીંબુને ડાયટમાં જરૂર સામેલ કરો. 


લિવર અને કિડની માટે ફાયદાકારક લીંબુ
લિવર અને કિડનીની બીમારીમાં લીંબુ ખુબ મદદગાર છે. આ બંને માટે ડિટોક્સિફાઈના રૂપમાં કામ કરે છે. બંનેનું કામકાજની સ્પીડ વધારે છે. આ કારણે ડાયાબિટીસના દર્દીઓમાં આ બંને વસ્તુ હેલ્ધી રહે છે.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.