ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચાવશે આ ફળ, મળશે અનેક ફાયદા
Muskmelon benefits during summer season : ઉનાળાની ઋતુ શરૂ થઈ ચુકી છે. આ ઋતુમાં બજારમાં ઘણા પ્રકારના ફળ આવે છે જે તમને તાજગીની સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં તરબૂચ, શકરટેટી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લોકોને તરબૂચ ખૂબ ગમે છે કારણ કે તેને ખાવાથી લોકો ખૂબ જ તાજગી અનુભવે છે અને તેમાંથી સુગંધ પણ ખૂબ જ સારી આવે છે.
નવી દિલ્લીઃ ઉનાળાની ઋતુ શરૂ થઈ ચુકી છે. આ ઋતુમાં બજારમાં ઘણા પ્રકારના ફળ આવે છે જે તમને તાજગીની સાથે પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં તરબૂચ, શકરટેટી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લોકોને તરબૂચ ખૂબ ગમે છે કારણ કે તેને ખાવાથી લોકો ખૂબ જ તાજગી અનુભવે છે અને તેમાંથી સુગંધ પણ ખૂબ જ સારી આવે છે. તરબૂચમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન એ અને વિટામિન સી હોય છે. તે કીડની, બ્લડપ્રેશર અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ લાભકારી ફળ છે.
ડૉ. દીક્ષાના જણાવ્યા અનુસાર, યુટીઆઈ (યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન)ની સમસ્યાથી પીડિત લોકો માટે શકરટેટી ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી શરીરના તમામ ઝેરી તત્વો સરળતાથી બહાર નીકળી જાય છે. આ સાથે તેને ખાવાથી પેટ પણ સારી રીતે સાફ થાય છે. ઉનાળામાં શકરટેટીનું સેવન કરવાથી ત્વચા પર પણ સારી અસર પડે છે. ઉનાળામાં તમને હાઈડ્રેટ રાખવા ઉપરાંત તે કબજિયાતમાં પણ રાહત આપે છે. ડૉ.ભાવસારે જણાવ્યું કે ડાયાબિટીસના દર્દીઓ પણ તેને ખાઈ શકે છે, પરંતુ ધ્યાન રાખો કે જ્યારે તે સિઝનમાં હોય ત્યારે જ ખાવું જોઈએ.
શકરટેટીને કેવી રીતે આહારમાં સામેલ કરવું-
શકરટેટીનો રસ- શકરટેટીના બીજ કાઢીને તેના નાના ટુકડા કરી લો. ત્યારપછી, 2 કપ શકરટેટીને મિક્સરમાં બ્લેન્ડ કરો. પછી તેને ગાળીને જ્યુસ અલગ કરી લો. આ રસ 6 મહિનાથી વધુ ઉંમરના બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે.
શકરટેટી મિલ્કશેક- શકરટેટીને ક્યુબ્સમાં કાપો. ત્યારપછી મિક્સરમાં દૂધ, ક્રીમ અને બરફ નાખીને બ્લેન્ડ કરો. તૈયાર છે તમારું મસ્કમેલન મિલ્કશેક.
શકરટેટીની ખીર- જો તમે ઉનાળામાં હેલ્ધી ડેઝર્ટ વિકલ્પ શોધી રહ્યા છો, તો તમે શકરટેટીની ખીર લઈ શકો છો. આ માટે શકરટેટીને દૂધ, ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ સાથે પકાવી શકો.