Blackcurrant Fruit for Burning Belly Fat: પેટ અથવા તો શરીરના બાકી હિસ્સામાં જામેલી ચરબી ન માત્ર તમારા શરીસરનો શેપ બગાડી દે છે, પરંતુ તેનાથી ડાયાબિટીસ અથવા હાર્ટ ડિસીઝનો ખતરો રહેલો છે. બેલી ફેટ ઓછુ કરવુ સરળ નથી. આ માટે ઘણીવાર સ્ટ્રિક્ટ ડાયટ અને હેવી વર્કઆઉટનો સહારો લેવો પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિસર્ચમાં થયો મોટો ખુલાસો-
હાલમાં જ એક રિસર્ચ થયુ કે, એક ખાસ ફળનું સેવન બેલી ફેટને ઓછુ કરવામાં મદદ કરે છે. એટલે હવે પેટની ચરબી ઘટાડવા માટે જીમમાં કલાકો સુધી મહેનત નહીં કરવી પડે. જોકે તમે 5 દિવસ 30 મિનિટ સુધી વોક કરો તો પણ ફેર પડી શકે છે.


ઈંગ્લેન્ડની ચિચેસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ બેલી ફેટને સંલગ્ન એક રિસર્ચ કર્યુ. જેમાં દર અડધો કલાકે ફાસ્ટ વોક કરતી મહિલાઓને શામેલ કરવામાં આવી. તેમને 600mg જેટલો બ્લેકકરંટ અર્ક આપવામાં આવ્યો. બ્લેકકરંટતને સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં હાઈ એન્થોસાયનિન (Anthocyanin)નું લેવલ હોય છે.


બ્લેકકરંટ કેમ ફાયદાકારક હોય છે?
બ્લેકકરંટમાં રહેલા એન્થોસાયનિન લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિકોના મત મુજબ આ સપ્લીમેન્ટના માધ્યમથી પેટની ચર્બી ઘટાડવામાં 25 ટકા જેટલી સફળતા મળે છે. સ્ટડીમાં એ વાત સામે આવી કે, એક જેવી એક્ટિવિટી કરવાથી પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં ચરબી ઘટવાનો દર બમણો હોય છે.
બ્લેકકરંટ સૂકી અને બીજ વગરની કાળી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે. તેને બ્લેક કોરિંથ કહેવામાં આવે છે. તેનો ટેસ્ટ મીઠો અને તીખો બંને હોય છે. આ ફળના સેવનથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. સ્કીનને લગતી સમસ્યા પણ દૂર થાય છે.


ચિચેસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર માર્ક વિલિયમ્સએ જણાવ્યું કે, અમે એ વાત પર રિસર્ચ કરી રહ્યા છે કે, જો સ્ટ્રિક્ટ ડાયટ અને વર્કઆઉટની સાથે જો બ્લેકકરંટનું સેવન કરવામાં આવે તો વેટ મેનેજમેન્ટ મામલે કેટલો ટકા બેસ્ટ સપ્લીમેન્ટ સાબિત થઈ શકે છે.