ઘઉંના લોટને બદલે તમે આ 7 લોટનો કરી શકો છો ઉપયોગ, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
શું તમે પણ તમારું જીવન સારી રીતે જીવવા માંગો છો...લાંબુ અને નિરોગી જીવન જીવવા માટે જાણો કયા લોટની રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે રહે છે સૌથી વધુ ફાયદાકારક...
નવી દિલ્લીઃ કયા લોટની રોટલી ખાવી જોઈએ એ વિષય આજે એક ડિબેટનો વિષય થઈ ગયો છે. કારણકે, ડોક્ટર કંઈક અલગ સલાહ આપે છે અને ડાયટ પ્લાનર કંઈક અલગ સલાહ આપે છે. ત્યારે જીમમાં જતાં લોકોને એમના કોચ પણ કંઈક અલગ સલાહ આપતા હોય છે. ત્યારે આપણે એ જાણીએ કે કયા લોટની રોટલીમાં શું હોય છે ખાસ. જાણો કેમ તેને ખાવાની તો કેટલાંક લોટની રોટલી ના ખાવાની આપવામાં આવે છે સલાહ...
ચોખાનો લોટ-
રસોડામાં ઉપયોગમાં લેવાતા કેટલાક બેઝિક ઈન્ડીગ્રેન્ડસમાં ચોખાના લોટનો ઉપયોગ ઘણી વાનગી બનાવવામાં થાય છે. તેનો ઉપયોગ હલવો, ઢોકળા, ચોખાની રોટલી વગેરે જેવી ઘણી વાનગીઓ બનાવવા માટે થાય છે.
નાળિયેરનો લોટ-
આ લોટ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ ઘણા ખાદ્યાન્નનો સારો વિકલ્પ પણ છે. ગ્લુટેન ફ્રી હોવા ઉપરાંત, તે ફાઈબર અને પ્રોટીનનો સ્ત્રોત પણ છે.
ઓટનો લોટ-
ઓટ્સ આપણા સામાન્ય આહારને સ્વસ્થ આહારમાં પરિવર્તિત કરે છે, ઓટ્સ ગ્લુટેન મુક્ત છે. તેથી તેને ઘણી બીમારીઓમાં ખાવું સારું છે. ઉપરાંત, ઓટ્સ અન્ય અનાજ કરતાં અલગ છે.
ચણાનો લોટ-
ચણાના લોટને બેસન પણ કહેવામાં આવે છે, ચણાની રોટલી ખાવાથી ગેસ, અપચો અને અપચોની સમસ્યામાં રાહત મળે છે. ચણાની રોટલી પાચનક્રિયા સુધારીને પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ચણાનો રોટલો નિયમિત ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
બદામનો લોટ-
બદામનો લોટ શુદ્ધ રીતે બદામને પીસીને બનાવવામાં આવે છે. તે એકદમ પૌષ્ટિક છે. બદામમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર હોય છે. ગ્લુટેન અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે આ એક સારો વિકલ્પ હોઈ શકે છે, કારણ કે તેમાં ગ્લુટેન નથી.
(Disclaimer : પ્રિય વાચક, અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. કૃપા કરીને તેને અપનાવતાx પહેલા તબીબી સલાહ લો. Zee24 kalak આની પુષ્ટિ કરતું નથી.)