નવી દિલ્હીઃ આજે પણ મહિલાઓ પીરિયડ્સ વિશે ખૂલીને ચર્ચા કરવાથી ખચકાય છે. કેટલાક વિસ્તારમાં આજે પણ માસિક ધર્મ અપવિત્ર માનવામાં આવે છે. ઓછી માહિતીના કારણે પીરિયડ્સને લઈ લોકોના મનમાં અનેક ધારણાંઓ બનેલી છે. એવામાં મહિલાઓ અને યુવતીઓને યોગ્ય માહિતી મળવી જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પણ મહિલાઓ પીરિયડ્સ વિશે ખૂલીને ચર્ચા કરવાથી ખચકાય છે. કેટલીક જગ્યાઓ પર તો માસિક ધર્મને અપવિત્ર માનવામાં આવે છે. ઓછી જાણકારીના કારણે પીરિયડ્સને લઈ લોકોના મનમાં અનેક ધારણાંઓ બનેલી છે. આ વિશે લોકોને યોગ્ય જાણકારી મળવી ઘણી જરૂરી છે. કોઈ પણ અન્ય સ્વાસ્થ્ય સમસ્યાની જેમ યુવતીઓને પીરિયડ્સ વિશે ચર્ચા કરવા માટે પણ પ્રોત્સાહિત કરવા જોઈએ જેથી લોકો વચ્ચે ભ્રમ ન ફેલાય.આવો જાણીએ કે પીરિયડ્સથી જોડાયેલી એવી કેટલીક માન્યતાઓ છે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. પરંતુ લોકો આજે પણ માને છે કારણ કે સદીઓથી તેના પર વિશ્વાસ કરાય છે.


પીરિયડ્સનું રક્ત ગંદુ લોહી નથી હતું-
 એવું માનવામાં આવે છે કે પીરિયડ્સનું રક્ત ગંદુ હોય છે. પરંતુ તેને ગંદુ નહી કહી શકાય. તેમાં કોઈ પણ પ્રકારના ટોક્સિસન્સ નથી હોતા. પરંતુ લોહીમાં ગર્ભાશયના ટિશ્યૂ, મ્યૂક્સ લાઈનિંગ અને બેક્ટેરિયા હોય છે. પરંતુ આ લોહીને ગંદુ ના કહી શકાય. આ એર શારીરિક પ્રક્રિયા છે જેના વિશે કોઈએ શરમનો અનુભવ ના કરવો જોઈએ.


પીરિયડ્સ ચાર દિવસ આવવા જોઈએ-
દરેક મહિલાઓનું માસિક ધર્મનું અલગ અલગ ચક્ર હોય છે અને આ પૂર્ણ રીતે શરીર પર નિર્ભર કરે છે કે મહિલાઓ કેટલા સમય સુધી પીરિયડ્સમાં આવે છે. સામાન્ય ચક્રની સમય મર્યાદા 2થી 8 દિવસ સુધીની હોય છે. જો તમને 2થી ઓછું અથવા 8 દિવસથી વધુ સમય સુધી પીરિયડ્સ આવે છે તો ડોક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.


પીરિયડ્સ દરમિયાન ખટાશવાળી વસ્તુ ના ખાવી-
કેટલીક મહિલાઓ પીરિયડ્સ દરમિયાન ખાટી વસ્તુઓ ખાવાથી બચતી રહે છે પરંતુ તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે તમે ખટાશવાળી વસ્તુઓ ન ખાઈ શકો. મહિલાઓ માટે આ જરૂરી છે કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ સ્વાસ્થ્ય અને સંતુલિત આહાર લેવો જોઈએ અને પીરિયડ્સથી જોડાયેલી સમસ્યાઓથી બચવા માટે જંક ફૂડ ખાવાથી બચવું જોઈએ.


પીરિયડ્સમાં ન્હાવું નહીં-
માસિક ધર્મનું અને ન્હાવા, માથુ ધોવા, મેકઅપ કરવાને લઈ કઈ લેવાદેવા નથી. જ્યારે નિયમિત રીતે ન્હાવા અને ઈન્ટિમેટ એરિયાની સફાઈ રાખવાથી સ્વસ્છતા જળવાય છે અને ઈન્ફેક્શન થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે.


Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.