Viagras Side Effect: બેડરૂમમાં પાર્ટનરને ખુશ કરવા માટે વિયાગ્રા જેવી દવાઓનો ઉપયોગ દુનિયાભરમાં થાય છે. આ દવાથી પુરુષોની યૌન ક્ષમતાથી જોડવામાં આવે છે અને જેમની યૌન ક્ષમતા નબળી હોય છે, ડૉક્ટર્સ તેમને લેવાની સલાહ આપે છે. પરંતુ શું તમને એ ખબર છે કે તબીબો ખુદ વિયાગ્રાના ઉપયોગને યોગ્ય નથી માનતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિયાગ્રાનો ઉપયોગ કરનારા લોકો એવો દાવો કરી ચુક્યા છે કે, તેમના કાનમાં બહેરાશની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. બ્રિટેનમાં વિયાગ્રા લેનારા નવ લોકોએ જણાવ્યું કે, આ દવાનો ઉપયોગ કર્યા બાદ છેલ્લા પાંચ વર્ષમાં તેમણે અનેક સાઈડ ઈફેક્ટ્સનો સામનો કર્યો છે. પ્લેબૉય બૉસના નામની જાણીતા હ્યૂગ હેફનરે પણ એકવાર એવો દાવો કર્યો હતો કે વિયાગ્રાના વધુ ઉપયોગે તેમને બહેરા બનાવી દીધા હતા. વર્ષ 2017માં 91 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.


વિયાગ્રા મામલે કેટલાક લોકોએ એવી પણ ફરિયાદ કરી છે કે તેમને પ્રાઈવેટ પાર્ટ સાથે જોડાયેલી કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. બેડરૂમમાં પર્ફોર્મન્સ સારું બનાવવા માટે તેમણે આ દવાનો ઉપયોગ કર્યો હતો પરંતુ કેટલાક લોકોને દર્દની પણ ફરિયાદ કરી હતી.


રિપોર્ટ પ્રમાણે તમામ 543 સાઈડ ઈફેક્ટ્સ વિયાગ્રા કે મેડિકેશનના જેનરિક વર્ઝન સિલ્ડેનાફિલ સાથે જોડાયેલા હતા. આ આંકડા વર્ષ 2017 બાદના સમયને કવર કરે છે. જ્યારે ફાર્મસીઓમાં કાઉન્ટર પર દવા ખરીદવાની અનુમતિ માટેના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો.


વિયાગ્રા લેત લોકોમાં વધુ કેટલાક સાઈડ  ઈફેકટ્સ પણ જોવા મળી રહ્યા છે. જેમાં ઉલ્ટી, બેહોશી, પેટ ફૂલવું, કમરમાં દુખાવો, કન્ફ્યૂઝન અને મેમરી લૉસ જેવી સાઈડ ઈફેક્ટ છે. એક યૂઝરે એવું પણ જણાવ્યું કે તેની આંખોની રોશની પર ખરાબ અસર પડી હતી. વિશેષજ્ઞોનું કહેવું છે કે, વિયાગ્રાનો ઉપયોગ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કરવો જોઈએ.