નવી દિલ્લીઃ કિડનીની સમસ્યા ખૂબ જ પીડાદાયક હોય છે. આ સમસ્યાઓમાંથી એક છે કિડનીમાં પથરી(Kidney Stones)ની સમસ્યા. જ્યારે કોઈ વ્યક્તિને કિડનીમાં પથરી થાય છે, ત્યારે તેને ખૂબ જ પીડાદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ પોતાનો ડાયટ પ્લાન ખૂબ જ સમજી વિચારીને કરવો પડે છે. જો તમને કિડનીની સમસ્યા છે, તો તમે અહીં આપેલા કેટલાક જ્યુસની મદદથી આ સમસ્યાને દૂર કરી શકો છો. જાણો આ જ્યુસ બનાવવાની રીત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિડની સ્ટોન માટે જ્યુસ-
જો તમે પથરીથી પરેશાન છો, તો તમે આ 3 પ્રકારના જ્યુસને તમારા આહારમાં ઉમેરી શકો છો, જેનાથી દુખાવા સહિતની ઘણી સમસ્યાઓથી રાહત મળી શકે છે.


1) ટામેટાનું જ્યુસ-
ટામેટાંનો રસ પથરી દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આવી સ્થિતિમાં બે ટામેટાંને સારી રીતે ધોઈને પીસી લેવું. જ્યુસમાં મીઠું અને કાળા મરીનો પાઉડર ભેળવીને તેનું સેવન કરવું જોઈએ. જો તમે ઈચ્છો તો તૈયાર મિશ્રણને ફ્રીજમાં રાખી શકો છો અને પછી જ્યુસના રૂપમાં તેનું સેવન કરી શકો છો.


2) લીંબુનો જ્યુસ-
લીંબુની અંદર સાઈટ્રિક એસિડ હોય છે. તેવામાં જો તમે લીંબુના રસનું સેવન કરો તો પથરીની સમસ્યા દૂર થઈ શકે છે. તેના માટે એક વાસણમાં દહીં લો અને તેમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો, હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરો, મિશ્રણને સારી રીતે મીક્સ કરો અને તેનું સેવન કરો, આમ કરવાથી કિડનીની પથરીની સમસ્યામાંથી રાહત મળી શકે છે.


3) તુલસીનો જ્યુસ-
તુલસીમાંથી બનાવેલું જ્યુસ કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવામાં પણ ઉપયોગી છે. આવી સ્થિતિમાં તુલસીના પાનનો રસ કાઢીને તેમાં એક ચમચી મધ ઉમેરો અને તૈયાર કરેલા મિશ્રણનું સવાર-સાંજ સેવન કરો. આમ કરવાથી કિડનીની સમસ્યામાં રાહત મળે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)