Curd Benefits in Summer: ઉનાળામાં રોજ એક વાટકી દહીં ખાઓ, થશે આટલા ફાયદા
નવી દિલ્લીઃ ઉનાળો શરૂ થતાંની સાથે જ આપણા શરીરને પણ ઠંડી વસ્તુની જરૂર પડતી હોય છે. શરીરના તાપમાનને સંતૂલિત રાખવા માટે લોકો અનેક ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે. આ બધી જ વસ્તુઓમાંથી એક છે દહીં. દહીં ખાવાથી શરીર ઠંડુ તો રહે છે જ પણ તેની સાથે શરીરને અનેક ફાયદા પણ થાય છે. તેવામાં એ જાણવું જરૂરી છે કે ગરમીમાં દહીં શા માટે ખાવું જોઈએ. આજનો લેખ તે જ વિષય પર છે. સાથે જ એ પણ જણાવીશું કે આપણે દહીંને ડાયટમાં કેવી રીતે ઉમેરી શકીશું.
દહીના પોષક તત્વ-
દહીની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, સુગર, કેલ્શિયમ, આયન, મેગ્નિશીયમ, ફૉસ્ફોરસ, પૉટેશિયમ, સોડિયમ, ઝીંક, કૉપર, સેલેનિયમ, વિટામિન સી, વિટામીન બી6, વિટામીન એ, વિટામીન બી, વિટામીન કે, ફૈટી એસિડ મળી રહે છે.
ગરમીમાં દહી ખાવાના ફાયદા-
ગરમી જો નિયમિત દહી ખાવામાં આવે તો ઈમ્યૂનિટીને મજબૂત બનાવી શકાશે. દહીની અંદર સારા બેક્ટેરિયા હોય છે. જે ના માત્રા પ્રરિરક્ષા પ્રણાલીને મજબૂત કરે છે પણ સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખે છે. ગરમીમાં દહી ખાવાથી હાડકા મજબૂત થાય છે. આપને જણાવી દઈએ કે દહીની અંદર કેલ્શિયમ અને ફૉસ્ફૉરસ ભરપૂર માત્રામાં હોય છે. તેવામાં હાડકાની સાથે સાથે દાંતોને પણ સ્વસ્થ બનાવી શકાય છે.
વજન ઘટાડવા માટે દહી કામ આવી શકે છે. દહીમાં પ્રોટિન હોય છે. દહીમાં હેલ્થી ફેટ પણ હોય છે. તેવામાં જો તમે ગરમીમાં નિયમિત દહીં ખાઓ છો તો વજન ઘટવાની સાથે સાથે હાઈ કૉલેસ્ટ્રોલની તકલીફ પણ દૂર થઈ શકે છે. ગરમીમાં જો નિયમિત દહી ખાવામાં આવે તો પાચન તંત્રને પણ મજબૂત બનાવી શકાય છે. આપને પણ પહેલા પણ જણાવ્યું હતું કે દહીની અંદર સારા બેક્ટેરિયા હાજર હોય છે. તેવામાં એક વાટકી દહી પેટની તકલીફને દૂર કરી શકે છે.
ગરમીમાં વ્યક્તિ એક વાટકી દહી ખાઈ શકે છે. તે જ સમયે, તેની માત્રા વ્યક્તિની ઉંમર અને સ્વાસ્થ્ય પર પણ નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ દહીંની યોગ્ય માત્રા જાણવા માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
દહીને કેવી રીતે ડાયટમા જોડાય?
દહીની મીઠી લસ્સી બનાવી શકો છો
છાશ બનાવીને દહીનું સેવન થઈ શકે છે
આપ કઢી દહી પાપડી પણ બનાવીને ખાઈ શકો છો
બટાકાનું રાયતું, બૂંદીનું રાયતુ, કાકડીનું રાયતું, દૂધીનું રાયતામાં પણ દહીનું સેવન કરી શકો છો