તમારા ચહેરા પર કુદરતી ચમક લાવી શકે છે અજમો, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
અજમાના ઉપયોગથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. ત્વચાને અંદરથી સાફ કરવાની આ એક અસરકારક રીત છે. જાણો કઈ રીતે તેનો ઉપયોગ કરવાથી તમને ફાયદો થશે.
નવી દિલ્હીઃ પોષક તત્ત્વોથી ભરપૂર અજમાનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ, પરંતુ તે ત્વચાને લગતી સમસ્યાઓ પણ દૂર કરશે. તેના ઉપયોગથી ત્વચા અંદરથી સાફ થશે અને ચહેરા પર કુદરતી ચમક આવશે. જાણો કઈ રીતે તમે અજમાનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે કરી શકો છો-
સ્કિન ઇન્ફેક્શન દૂર થાય
અજમામાં રક્ત શુદ્ધિકરણ ગુણધર્મો છે જે લોહીને અંદરથી સાફ કરે છે અને ગંદકી દૂર કરે છે. આ સિવાય અજમામાં એન્ટિસેપ્ટિક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે ત્વચાના ચેપને દૂર કરે છે.
આ રીતે તૈયાર કરો અજમાનું ફેસ પેક
એક બાઉલમાં થોડો અજમો લો. હવે દહીં સાથે તેનું મિશ્રણ તૈયાર કરો. તેને ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રાખો. થોડી વાર પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.
ખીલની સમસ્યામાં
અજમાનું ફેસ પેક લગાવવાથી ખીલ કે પિમ્પલ્સના કારણે દુખાવો અને લાલાશની સમસ્યામાં રાહત મળશે. આ ઉપરાંત તેમાં થાઇમોલની વધુ માત્રા હોય છે જે એક શક્તિશાળી એન્ટિસેપ્ટિક છે. અજમામાં એન્ટી-ઇન્ફ્લામેટ્રી ગુણ હોય છે. તેનો ઉપયોગ સંક્રમણ અટકાવે છે અને સોજા ઘટાડે છે.
આ ઉપાય કરો
ખીલની સમસ્યાને દૂર કરવા માટે અજમાને પીસીને તેમાં તાજા લીંબુનો રસ ઉમેરીને પેસ્ટ બનાવો. અસરગ્રસ્ત જગ્યા પર રૂથી પેસ્ટ લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. તેનાથી ફાયદો થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)