Liver Problem: લીવર આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. લીવર ફેલ થવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લીવરમાં નુકસાન થવા પાછળ તમારી જીવનશૈલી અને આહાર જવાબદાર હોય છે. તો જો તમે પણ ફેટી લિવરની સમસ્યાથી પરેશાન છો તો ચાલો જાણીએ શું ખાવું અને શું ન કરવું. લિવરમાં વધુ પડતી ચરબી જમા થવાને કારણે ફેટી લિવરની સમસ્યાનો સામનો કરવો પડે છે. ફેટી લીવરને કારણે આપણું લીવર જોઈએ તે રીતે કામ કરી શકતું નથી. ફેટી લિવરના 2 પ્રકાર છે. એક આલ્કોહોલિક ફેટી લિવર, જે આલ્કોહોલના વધુ પડતા સેવનને કારણે થાય છે અને બીજું નોન-આલ્કોહોલિક ફેટી લિવર છે, આ સમસ્યા ખોરાકનું ધ્યાન ન રાખવાને કારણે થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લીવરની સમસ્યા થાય તો સૌથી પહેલાં દેખાય છે આવા લક્ષણોઃ
પેટમાં દુખાવો થવાની સમસ્યાને લોકો સામાન્ય સમસ્યા માનીને નજરઅંદાજ કરે છે પણ આ ના કરવું જોઈએ. જો બાળકોને સતત પેટમાં દુખાવાની ફરિયાદ હોય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો બાળકનો મળ પીળો આવે અને આ સમસ્યા સતત ચાલુ રહે તો હોસ્પિટલમાં જઈને સારવાર કરાવો. આ બાબતમાં બેદરકાર ન રહો.


સ્કીન પીળી પડવી-
સ્કીન પીળી પડવી લિવર ડિસિઝનો એક મોટો સંકેત હોય છે. તેને બિલકુલ પણ નજરઅંદાજ ના કરવો જોઈએ.


ભૂખ ઓછી લાગવી-
જો બાળકને ભૂખ લાગવાની ઓછી થઈ ગઈ હોય તો આ લિવર ડિસિઝનો જ સંકેત છે. ભૂખ ઓછી લાગવાથી બાળકનું વજન પણ ઓછુ થઈ રહ્યું છે તો આ ચિંતાનું કારણ છે.


ચક્કર કે ઉલ્ટી આપવવી-
જો તમને પણ વારંવાર ચક્કર આવતા હોય કે પછી ઉલ્ટીની સમસ્યા થતી હોય તો તુરંત જ ચેતી જજો. 


કઈ વાતોનું રાખવું ખાસ ધ્યાન-
જંક ફૂડ બિલકૂચ બંધ કરી દેવા
હેપેટાઈટિસ થવા પર તરત સારવાર કરાવો
ડાયટમાં મેંદો અને મીઠાની માત્રા વધારે ના લેવી
લાઈફસ્ટાઈલમાં યોગ્ય ફેરફાર કરી નિયમિતતા લાવો
લિવરમાં કોઈ સમસ્યાના લક્ષણ દેખાવા પર LFT કરાવી લો


લીવરની બીમારીના કારણોઃ
શરીરમાં કોઈપણ પ્રકારનું સંક્રમણ થવું
રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવો
જેનેટિક્સ પ્રોબ્લેમ હોવો
વજનમાં સતત વધારો કે ઘટાડો થવો
કેન્સરની સમસ્યા થવી