ગરોળી મોરપીંછથી કેમ ગભરાય છે? અંધશ્રદ્ધા કે પછી અર્થપૂર્ણ કારણ, આ રહ્યો જવાબ
ગરોળીને ઘરમાંથી દૂર ભગાડવા માટે મોરપંખ મૂકવામાં આવે છે. શુ આ એક અંધશ્રદ્ધાનો વિષય છે કે પછી તેની પાછળ અર્થપૂર્ણ કારણ છે કે નહિ તે જાણીએ
ઝી મીડિયા/બ્યૂરો :આપણી આસપાસ અને ઘરમાં, ઓફિસમાં, કીચનમાં, જૂના ભંગારની આસપાસ, બારી પર કે ગાર્ડનમાં અને ક્યાય પણ દીવાલ પર જો ગરોળી દેખાય તો ભલભલાની ચીતરી ચઢી જાય છે. અનેક લોકો ગરોળીથી ગભરાય છે. તેનાથી બચવા માટે લોકો અનેક પ્રકારના ઉપાય કરતા હોય છે. કેટલાક લોકો ઘરમાં મોરપંખ મૂકે છે. મોરપીંછ મૂકવાથી ગરોળી (lizard) ને અલગ પ્રકારની ગંધ આવે છે. ત્યારે આ પાછળ શું કારણ છે તે આજે જાણીએ.
આજે આપણે જાણીએ કે, શું ખરેખર મોરપીંછ મૂકવાથી ગરોળી ભાગી જાય છે. ગરોળીને ઘરમાંથી દૂર ભગાડવા માટે મોરપંખ મૂકવામાં આવે છે. શુ આ એક અંધશ્રદ્ધાનો વિષય છે કે પછી તેની પાછળ અર્થપૂર્ણ કારણ છે કે નહિ. મોરપીંછમાંથી ગરોળીને અલગ પ્રકારની ગંધ આવતી હોય છે. તેને એવુ લાગે છે કે, અહી કોઈ પક્ષી છે. જે આપણા પર હુમલો કરીને આપણને ખાઈ જશે. આ કારણે મોરપંખ જોઈને ગરોળી ભાગી જાય છે. આ સિવાય બીજુ કોઈ કારણ નથી.
આ પણ વાંચો : ગુજરાતનો સૌથી મોટો મ્યુકોરમાયકોસિસ વોર્ડ ફૂલ થવાને આરે, 1000 બેડની હોસ્પિટલ બનાવવા રાજકોટ તંત્રનો નિર્ણય
આ સિવાય ગરોળી ભગાડવાની બીજી પણ અનેક રીત છે, જે કારગત નીવડી શકે છે.
ડુંગળી અને લસણનો રસ કાઢી એક શીશામાં ભરો. અને ગરોળી ભગાડવા માટે એક અને આ રસમા બસ થોડૂક પાણી મિક્સ કરીને બોટલને બંધ કરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. પછી ત્યાર બાદ તમને લાગે છે કે જ્યા વધારે ગરોળીઓ આવતી હોય છે ત્યા આ રસને છાટકોણી દો.
આ સિવાય તમે ઘરમા જે ખૂણામા વધારે ગરોળી આવે છે બસ ત્યા લસણની કળી પણ મૂકી શકો છો. અને આમ કરવાથી ગરોળી ઘરમા થી ભાગી જશે.
એક ડુંગળીને લાંબી સુધારીને તેને દોરીથી બાંધી લો અને જ્યા ગરોળી વારંવાર આવતી હોય ત્યા ટીંગાડી દેવું. આટલુ કરવાથી તમને ગરોળીથી છૂટકારો મળે છે.
આ પણ વાંચો : ‘ન્યૂડ વીડિયો વાયરલ થયા બાદ મારો ડ્રાઈવર અને વોચમેન પર અલગ નજરથી જોવા લાગ્યો હતો’
કાળામરીના સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો. કાળામરી પાઉડરમા પાણી મિક્સ કરીને બોટલમા ભરી દો. આ પાણીને ઘરના દરેક ખૂણામા છાંટી દેવાથી ગરોળી દૂર ભાગે છે.
ફિનાઈલની ગોળીને દરવાજા, પલંગ, કબાટ અને જે જે જગ્યાએ ગરોળી હમેશા જોવા મળે છે ત્યાં 2 થી 3 ગોળી મૂકી દો. તે તેવી સુગંધને સહન નહી કરી શકે અને ભાગી જશે.