Protein Powder : માર્કેટમાંથી તૈયાર ખરીદવા કરતા આ રીતે ઘરે બનાવો પ્રોટીન પાવડર
Homemade Protine Powder : દરેક વ્યક્તિ પ્રોટીન પાવડર માર્કેટમાંથી ખરીદે છે, પરંતુ માર્કેટમાંથી ખરીદવાને બદલે ઘરે જ પ્રોટીન પાઉડર બનાવી શકાય છે, આ રીતે તમે રૂપિયાની પણ બચત કરી શકો છો
How To Make Homemade Protine powder : ફિટ રહેવા માટે, આપણા શરીરને જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે, જેમાંથી એક છે પ્રોટીન છે. પ્રોટીન આપણને એનર્જી આપવાની સાથે સાથે આપણા શરીરના સ્નાયુઓને રિપેર કરવાનું પણ કામ કરે છે. આ જ કારણ છે કે લોકો પ્રોટીન પાવડરનું સેવન રેગ્યુલર રીતે દૂધ સાથે કરે છે. આ માટે માર્કેટમાં અઢળક બ્રાન્ડના પ્રોટીન પાવડર ઉપલબ્ધ છે. પરંતુ બજારમાં મળતો પ્રોટીન પાઉડર ઘણો મોંઘો હોય છે, જેને દરેક લોકો સરળતાથી ખરીદી શકતા નથી. તો બીજી તરફ સસ્તા પ્રોટીન પાઉડરમાં ભેળસેળ હોવાની સમસ્યા જોવા મળે છે. આવી સ્થિતિમાં બજારમાંથી ખરીદવાને બદલે ઘરે જ પ્રોટીન પાઉડર બનાવતા આવડતો હોય તો તમારું સ્વાસ્થય પણ સારું રહેશે. આ રીતે તમે શિયાળામાં ફીટ રહી શકશો. તમે ઘરે સરળતાથી આ પ્રોટીન પાવડર બનાવી શકો છો.
પ્રોટીન પાવડર બનાવવાની ટીપ્સ
આ રહી સામગ્રી
1/3 કપ - કોળાના બીજ
1/3 કપ - ઓટ્સ
1/3 કપ - ફ્લેક્સ સીડ્સ
1 ટીસ્પૂન - તકમરિયા
1 ટીસ્પૂન - કોકો પાવડર
10- બદામ
કેવી રીતે બનાવવો પાવડર
પાઉડર બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં બધી સામગ્રી કાઢી લો.
ત્યાર બાદ ગેસ પર એક તવો મૂકો અને તેમાં બધી સામગ્રી નાંખીને ધીમી આંચ પર શેકી લો.
સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો.
તેને ઠંડુ થવા દો અને તેને મિક્સરમાં બારીક પીસી લો.
લો તૈયાર છે તમારો પ્રોટીન પાવડર.
આ પણ વાંચો :
ઘરમાં આ 8 જગ્યાએ કંકુ રાખવાથી પતિ સાથેના બધા ઝઘડા પતી જશે
કેવી રીતે સેવન કરવું?
પ્રોટીન પાવડરનો ઉપયોગ માર્કેટમાં મળતા પ્રોટીન પાવડરની જેમ કરી શકાય છે. દૂધ કે પાણી સાથે તેનુ સેવન કરો. પરંતુ એક વાતનું ધ્યાનમાં રાખો કે આ પાવડર રૂમ ટેમ્પરેચર પાણી અથવા દૂધ સાથે જ લો. ઠંડા અથવા ગરમ પાણી કે દૂધનો ઉપયોગ ટાળો. ગરમ પાણી અથવા દૂધમાં પ્રોટીન પાઉડર ભેળવવાથી પ્રોટીનના ગુણો બગડે છે અને શરીર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી.
કેટલું સેવન કરવું?
પ્રોટીન પાવડર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી મોટાભાગના લોકો એવુ જ વિચારે છે કે તેનું જેટલુ વધુ સેવન કરશો, તેટલું વધુ પ્રોટીન શરીરને મળશે. પરંતુ તમારા આ વિચાર ખોટા છે. આવું જરા પણ ન કરો. જ્યારે તમે પ્રોટીન પાવડરનું વધું પ્રમાણમાં સેવન કરો છો, તો તે તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. શરીર તેને જરૂરી પ્રોટીનની માત્રા જ શોષી લે છે. તેથી, દિવસમાં 2 ચમચીથી વધુ તેનું સેવન ન કરો.
આ પણ વાંચો :
દેશની વચ્ચોવચ આવેલું એવુ મંદિર જેને ભૂતોએ બનાવ્યું હતું, એ પણ રાતના અંધારામાં
પ્રોટીન પાવડરને આ રીતે સ્ટોર કરો
તેને સ્વચ્છ એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.
પાવડરને રૂમ ટેમ્પરેટરમાં 2 અઠવાડિયા સુધી રાખી શકાય છે.
લગભગ બે મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે.
પરંતુ બને ત્યા સુધી ફ્રેશ પ્રોટીન પાવડર બનાવીને સેવન કરવાનુ રાખો.
આ પણ વાંચો :
એક રહસ્યને કારણે ચોટીલા ડુંગર પર રાતે કોઈ રોકાતું નથી, આખો પર્વત ખાલી કરવો પડે છે