માત્ર ડાયટમાં કરો આટલો ફેરફાર, સાંધાના દુખાવાથી મળશે કાયમી રાહત
સાંધાનો દુખાવો તેમજ કટ કટ અવાજ આવે છે તો આપ આપના ડાયટમાં કેટલાક ફેરફાર કરીને આનુ કાયમી નિરાકરણ લાવી શકો છો. જો તમે અત્યારથી જ નહીં ચેતો તો લાંબા ગાળે મોટુ નુકસાન થઈ શકે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ મનુષ્યના શરીરમાં 206 જાતના અલગ અલગ હાડકા હોય છે. આ હાડકાને મજબૂત રાખવા ખુબ જરૂરી છે. હાડકા મજબૂત નહીં રહે તો બિસ્કિટની જેમ તૂટતા વાર નહીં લાગે. કેટલીક વખત એવુ બનતુ હોય છે કે હાડકાના સાંધામાંથી કટ કટ અવાજ આવતા હોય છે. આ અવાજ કોઈ બિમારીનો સંકેત પણ હોઈ શકે છે. સાંધાનો દુખાવો અને કટ કટ અવાજ બંધ કરવો હોય તો તમે તમારા ડાયટમાં કેટલાક ફેરફાર કરી શકો છો.
જો તમારા સાંધામાંથી કટકટ અવાજ આવે છે તો આપ સતર્ક થઈ જજો. આ અવાજ કોઈ બિમારી સંકેત પણ હોઈ શકે છે. આ અવાજ એવા સાંધામાંથી આવતો હોય છે જ્યાં એક સાથે બે કે ત્રણ હાડકા જોડાયેલા હોય છે. આ હાડકા એક મજબૂત કાર્ટિલેજથી કવર થાય છે. જેના કારણે તે અથડાયા વગર સરળતાથી મૂવમેન્ટ કરે છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસ આ સાંધા પર ચઢેલી કાર્ટિલેજની પરતને નબળા કરે છે. જેની અસર સાંધાની સપાટી પર પડે છે. અને મૂવમેન્ટ પર કટ કટ અવાજ આવે છે. કેટલાક અવાજની સાથે સાંધામાં દુખાવો, સોજો અને અકડાઈ જવાની કેટલીક તકલીફો પણ થતી હોય છે. જો આવુ થાય છે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. પરંતુ એની સાથે આપે આપના ડાયટમાં પણ કોઈ ફેરફાર કરવાની જરૂર છે, જેના પછી આપને કેટલીક તકલીફોમાં રાહત મળશે. ચાલો અમે તમને જણાવીએ કે કઈ કઈ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી આપના હાડકા મજબૂત થશે અને કેટલીક તકલીફોથી રાહત મળશે.
ગોળ અને પલાળેલા ચણા ખાઓ
હાડકાને મજબૂત કરવા માટે આપે રોજે રોજ ગોળ અને પલાળેલા ચણા ખાવા જોઈએ. ચણામાં કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટિન, વિટામિન્સ અને આયર્ન મોટી માત્રામાં મળે છે જે હાડકા માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
મેથીદાણા પલાળીઓની ખાઓ
રોજ સવારે પલાળેલા મેથીદાણા ખાવાથી હાડકાને ફાયદો થાય છે. આના માટે આપે રોત્રે અડધી ચમચી મેથાદાણા પાણીમાં પલાળવા પડશે. સવારે આ મેથીદાણાને ચાવીને ખાવા. અને જે પાણીમાં મેથીદાણાને પલાળ્યા હતા તે પાણી પણ પી જવું. આ પ્રક્રિયા રોજ કરવી. આનાથી સાંધામાંથી અવાજ આવાનો પણ બંધ થઈ જશે અને દુખાવો પણ નહી રહે.
રોજ દૂધ પીવું
એક ગ્લાસ દૂધને આપના ડેલી ડાયટમાં સામેલ કરો. દૂધમાં કેલ્શિયમ, પ્રોટિન, વિટામિન્સ, પોટેશિયમ અને ફોસફરસ જેવા તત્વો હોય છે. જે હાડકા માટે ખુબ જ ફાયદાકરક હોય છે. દૂધનું નિયમિત સેવન કરવાથી સાંધામાંથી આવતો અવાજ ઓછો થઈ જાય છે. અને હાડકા પણ મજબૂત થાય છે.
નોંધ: આ આર્ટિકલમાં આપવામાં આવેલી સૂચનાઓ સામાન્ય માન્યતાના આધારિત છે. આનો અમલ કરવા પહેલા વિશેષજ્ઞોનો સંપર્ક કરવો.