Headache: માથાનો દુખાવો એવી સમસ્યા છે જે કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં આ તકલીફ વધી જતી હોય છે. તેમાં પણ જો કોઈને માઈગ્રેન જેવી તકલીફ હોય તો તેણે માથાનો દુખાવો દૂર કરવા માટે દવા લેવી પડે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર માઇગ્રેન, સાઇનસ જેવા માથાના દુખાવા માટે ટેન્શન અને આહાર જવાબદાર હોય છે. સ્ટ્રેસના કારણે સૌથી વધારે માથાનો દુખાવો થતો હોય છે. આ સિવાય ખાવા પીવાની કેટલીક એવી વસ્તુઓ પણ છે જે માઈગ્રેન ને ટ્રિગર કરે છે. આ સાથે જ એવી વસ્તુઓ પણ છે જેનું સેવન કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માથાનો દુખાવો દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર


આ પણ વાંચો:


 


- જો તમને માથાનો દુખાવો વારંવાર થતો હોય તો દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું. જ્યારે શરીર હાઈડ્રેટ નથી હોતું ત્યારે માથાનો દુખાવો થાય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં પાણીની ઉણપના કારણે માથાનો દુખાવો વધારે રહે છે તેથી દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.


- આ સિવાય કેટલાક ફળ અને શાકભાજીનું સેવન કરવાથી પણ માથાના દુખાવાથી બચી શકાય છે. જે લોકોને વારંવાર માથાનો દુખાવો રહેતો હોય તેમણે ફળ અને લીલા શાકભાજી નું સેવન વધારે કરવું જોઈએ. જો તમે ડાયટમાં કેળા, પાલક જેવી વસ્તુઓનો સમાવેશ કરશો તો માથાના દુખાવાની તકલીફ દૂર થઈ જશે.


- દૈનિક આહારમાં આદુ, લસણ, હળદર જેવી વસ્તુઓનો સમાવેશ કરવાથી પણ માથાના દુખાવાથી બચી શકાય છે. આ વસ્તુઓમાં એવા ગુણ હોય છે જે માથાના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે પણ માથાનો દુખાવો થાય ત્યારે તમે હળદર અથવા આદુનો ઉકાળો બનાવીને પણ પી શકો છો.


- બીટ, રતાળુ જેવી વસ્તુઓનું સેવન કરવું પણ ફાયદાકારક સાબિત થાય છે. તેના નિયમિત સેવનથી માથાના દુખાવાની સમસ્યા દૂર થાય છે. આ સિવાય બ્લુબેરી, રાસબેરી, સ્ટ્રોબેરી પણ નિયમિત લઈ શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)