નવી દિલ્હી :પુરુષોની સરખામણીમાં મહિલાઓ સહન કરતા દર્દને જલ્દી ભૂલી જાય છે. કદાચ તમને આ વાત સાચી ન લાગતી હોય, પણ આ વાત સત્ય છે. ઈજા થવા પર પુરુષોને વધુ દર્દ થાય છે, સાથે જ તેઓ લાંબા સમયથી આ દર્દને યાદ કરતા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઊંદર તેમજ માણસો પર કરવામાં આવેલ એક રિસર્ચમાં આ પુષ્ટિ કરવામાં આવી છે. કેનેડાના ટોરન્ટો મિસિસોગા યુનિવર્સિટી (યુટીએમ) ના રિસર્ચ કરનારાઓએ માલૂમ કર્યું કે, મહિલાઓ તેમજ પુરુષો પૂર્વના કષ્ટદાયી અનુભવોને અલગ અલગ રીતથી યાદ રાખે છે.


આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, ઇન્કમટેક્સ ફ્લાયઓવરનું કરશે લોકાર્પણ


પુરુષો પહેલાના કષ્ટદાયી અનુભવો સ્પષ્ટ તરીકે યાદ રાખે છે. જ્યારે કે મહિલાઓ દર્દ માટે બેદરકારી વલણ રાખે છે, આ પ્રકારના પરિણામ નર તેમજ માદા ઊંદરોમાં જોવા મળ્યું. 


જ્યારે કે, પુરુષો દર્દનો અનુભવ બીજીવાર કરવા પર અતિસંવેદનશીલ વલણ અપનાવે છે. પરંતુ મહિલાઓ દર્દના પહેલાના અનુભવથી તણાવ નથી લેતી.


PHOTOS: સોશિયલ મીડિયા પર આ બિકીની ગર્લે ધમાલ મચાવી


યુટીએમના સહાયક પ્રોફેસર લોરેન માર્ટિને કહ્યું કે, જો દર્દની યાદ, દર્દ માટે પ્રેરક કાર્ય કરે છે અને આપણે સમજીએ છીએ કે, દર્દને કેવી રીતે યાદ રાખવામાં આવે તો યાદશક્તિ પર ક્રિયાવિધિનો ઉપયોગ કરીને આપણે કેટલાક પીડિતોની મદદ કરવામાં સમર્થ થઈ શકીએ. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :