અમદાવાદ :પુરુષોમાં બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સર વિશે ક્યારેય સાંભળ્યું છે. મોટાભાગના લોકો એમ જ માને છે કે, આ અસંભવ છે. પરંતુ તમને જણાવી દઈએ કે, પુરુષોને પણ સ્તનનું કેન્સર થાય છે. જોકે, આવા કેસ બહુ જ ઓછા થાય છે. પરંતું આ વાતને નકારી પણ ન શકાય. પુરુષોમાં સ્તન કેન્સર વિશે તમે વધુ જાણવા માંગતા હોવ તો આ રહી માહિતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

100 માંથી એક પુરુષને થાય
સામાન્ય રીતે સ્તન કેન્સરના કિસ્સા મહિલાઓમાં જોવા મળે છે, પરંતુ પુરુષોમાં પણ સ્તન કેન્સર હોય છે. અમેરિકામાં સામે આવતા બ્રેસ્ટ કેન્સરના દર 100 કેસમાંથી એક પુરુષોને સ્તન કેન્સર હોય છે. 


ડક્ટમાં પેદા થાય છે સ્તન કેન્સર
મહિલાઓ અને પુરુષોમાં સ્તન કેન્સરમાં એ જ પ્રકારના હોય છે. ઈંવેસિવ ડક્ટલ કાર્સિનોમા સ્તન કેન્સરનો એક પ્રકાર છે. જેમાં કેન્સર કોશિકાઓ ડક્ટ એટલે કે નિપ્પલમાં પેદા થાય છે. અને પછી સ્તનના અન્ય ભાગોમાં ફેલાય જાય છે. એટલે કે તે મેટાસ્ટૈસાઈઝની સ્થિતિમાં પહોંચી શકે છે. 


ઈંવેસિવ લોબ્યુલર કાર્સિનોમા
જ્યારે કેન્સર સ્તનના લોબ્યૂલ્સમાં પેદા થાય છે, તો તેને ઈંવેસિવ લોબ્યુલર કાર્સિનોમાં કહેવાય છે. આ રીતે સ્તન કેન્સર ધીરે ધીરે આખી છાતી અને સ્તનમાં ફેલાય છે.   



 
સ્તન સાથે જોડાયેલા સમસ્યા
ડક્ટલ કાર્સિનોમાં આ સિતુ DCIS સ્તન સાથે જોડાયેલા રોગોનો એક પ્રકાર છે. જે ઈંવસિવ બ્રેસ્ટ કેન્સરનું કારણ બની શકે છે. તેમાં કેન્સર કોશિકાઓ ડક્ટના સ્તર પર રહે છે અને અન્ય સ્તન કોશિકાઓમાં ફેલાયેલી હોતી નથી. 


બ્રેસ્ટ કેન્સરના લક્ષણ
પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરના પ્રમુખ લક્ષણોમાં છાતીમાં ગાંઠ પડવી, સોજો આવે છે. આ ઉપરાંત છાતીની ત્વચા લાલ પડી જાય છે અને પરતદાર બને છે. છાતીની ચામડીમાં બળતરાની સાથે ડિમ્પલ પડી જાય છે. અને પુરુષોના નિપ્પલમાંથી ચીકણું પ્રવાહી નીકળે છે. નિપ્પલની આસપાસની ચામડીમાં દર્દ થાય છે અને ખેંચાય તેવુ અનુભવાય છે. 


સારવાર કેવી રીતે થાય છે 
જે રીતે મહિલાઓના કેન્સરની સારવાર થાય છે, તેવી જ રીતે પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સરની સારવાર હોય છે. કેન્સરની સારવાર ટ્યુમરના આકાર અને તેના ફેલાવા પર નિર્ભર કરે છે. તેની સારવારમાં સર્જરી, કીમો થેરાપી, રેડિયેશન થેરેપી અને હોર્મોન થેરેપીની સાથે સાથે ટાર્ગેટિડ થેરેપી પણ સામેલ છે.  



કેન્સર કયા કારણોસર થાય છે
જો તમે ક્યારેય પહેલા છાતી પર રેડિયેશન થેરેપી કરાવી છે તો તમને બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી શકે છે. વધુ વજન અને મોટાપાના કારણે, ખાસ કરીને વૃદ્ધોમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધુ છે. જો તમે વજન ઓછું કરો તો ખતરો ઘટી શકે છે. જો તમારા પરિવારમાં ક્યારેય કોઈને સ્તન કેન્સર થયુ છે, તો તમને પણ બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી શકે છે. તેમાં તમારા માતાપિતા, ભાઈ-બહેન, કાકા, દાદા-દાદી, નાના-નાની વગેરે પરિવારજનોની ભૂમિકા મહત્વની હોય છે. 


ઉંમરનુ રિસ્ક ફેક્ટર
પુરુષોમાં સ્તન કેન્સરનું રિસ્ક વધવાના અનેક કારણો છે. જોકે, રિસ્ક ફેક્ટર હોવાનો મતલબ એ નથી કે, સ્તન કેન્સર થઈ જશે. પુરુષોમાં સ્તન કેન્સરના મોટાભાગના કિસ્સા 50 ની ઉંમર બાદ જ આવે છે. 


આનુવાંશિક મ્યુટેશન
કેટલાક જિન્સમાં મ્યુટેશનને કારણે પુરુષોમાં સ્તન કેન્સરનો ખતરો વધી જાય છે. ખાસ કરીને BRCA1 અને BRCA2 જિન્સમાં બદલાવ સ્તન કેન્સર બનવાનું કારણ બને છે.