Health Benefits Of Mango Peel: ઉનાળો આવતાની સાથે જ બજારમાં કેરીઓ પણ દેખાવા લાગે છે. કદાચ જ કોઈ એવું હશે જેને કેરી ભાવતી ન હોય. કેરી ખાઈને મોટાભાગના લોકો તેની છાલને કચરો સમજીને ફેંકી દેતા હોય છે. કારણ કે મોટાભાગના લોકો એ વાત જાણતા નથી હોતા કે કેરીની છાલ સ્વાસ્થ્ય માટે લાભકારી છે. કેરીની છાલમાં પોષકતત્વોનો ખજાનો હોય છે. આજે તમને કેરીની છાલના 5 ફાયદાઓ વિશે જણાવીએ. જેના વિશે જાણીને તમે કેરીની છાલને ફેંકી દેવાની ભૂલ નહીં કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


કેરીની છાલના સ્વાસ્થ્ય લાભ


ત્વચાની કરચલીઓ દુર કરો


જે લોકોના ચહેરા પર કરચલીઓ દેખાતી હોય છે તેમણે કેરીની છાલને સુકવી સ્ટોર કરી લેવી જોઈએ. તેનો બારીક પાવડર કરી અને તેમાં ગુલાબજળ મિક્સ કરી આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી કરચલીઓ ઓછી થવા લાગે છે અને ચહેરો ચમકદાર બને છે.


કેન્સરનું જોખમ ટાળે છે


કેરીની છાલમાં એવા પ્રાકૃતિક તત્વો જોવા મળે છે, જે શરીરમાં મૃત કોષોનો વિકાસ અટકાવે છે. તેના કારણે શરીરમાં કેન્સરની બીમારીનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે.  


કુદરતી ખાતર


કેરીની છાલમાં કોપર, ફોલેટ અને વિટામિન્સ વધારે જોવા મળે છે. આ ઉપરાંત છોડના વિકાસ માટે જરૂરી ફાયબર પણ આ છાલમાં હોય છે. જેનો તમે ઓર્ગેનિક ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો.


ખીલથી છુટકારો મેળવવા


ચહેરા પર ખીલને મટાડવા માટે કેરીની છાલનો ઉપાય ખૂબ જ ઉપયોગી છે. તેના માટે કેરીની છાલને પીસીને પેસ્ટ બનાવો અને પછી તેને ખીલ પર લગાવવાનું શરૂ કરો. થોડા જ દિવસોમાં ખીલ મટવા લાગશે.


એન્ટીઓકિસડન્ટ ગુણોથી ભરપૂર


કેરીની છાલમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. જે ફ્રી રેડિકલ્સ દ્વારા થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરે છે. આ ફ્રી રેડિકલ આંખો, હૃદય અને ત્વચાને ભારે નુકસાન પહોંચાડે છે. પરંતુ તેને તમે કેરીની છાલની મદદથી નિયંત્રિત કરી શકો છો.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)