ગરમીની સિઝન આવે અને રસથી ભરપુર અને મધ જેવી મીઠી કેરી ખાવાનું મન કોણે ન થાય. ફળોના રાજા કહેવાતી કેરી પોતાના સ્વાદ અને મિઠાસ માટે સમગ્ર ભારત તેમજ દુનિયામાં પ્રખ્યાત છે. ગરમીમાં આ ફળથી લોકોને ઘણા લાભ થાય છે. પરંતુ શું તમને ખબર છે કે મધમીઠી કેરીના સાઈડ ઈફેક્ટ્સ પણ છે જે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાત મુજબ કેરીને જો બરાબર રીતે ખાવામાં ન આવે તો લોકોના શરીર પર તેનું ખરાબ અસર થઈ શકે છે. આવો જાણીએ કેરીથી થતા સાઈડ ઈફેક્ટ્સ વિશે વધુ માહિતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) હાઈ બ્લડ શુગર-
સ્વાદિષ્ટ અને મીઠી કેરીમાં કુદરતી શુગરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જેને કારણે તે બ્લડ સુગર લેવલને ઝડપથી વધારી શકે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસ અથવા અન્ય લાઈફસ્ટાઈલ ડિસોર્ડરના કિસ્સામાં, કુદરતી ખાંડ શરીરમાં નિયમિત ખાંડની જેમ વર્તે છે. તેથી, આવા લોકોએ કેરીને ખાવાની ક્વોન્ટિટી પર પણ ધ્યાન દેવું જોઈએ..


2) એલર્જી-
કેરી ખાવાથી શરીરમાં એલર્જીનું જોખમ વધી શકે છે. લેટેક્સ એલર્જી પીડિતોને સામાન્ય નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ સિન્થેટિક મટીરિયલ પ્રત્યે સંવેદનશીલ હોય. વાસ્તવમાં, કેરીમાં જોવા મળતું પ્રોટીન લેટેક્ષ જેવું જ હોય છે, જે પહેલાથી જ એલર્જીથી પીડિત લોકો માટે મુશ્કેલી બની શકે છે.


3) વજન વધવો-
નિષ્ણાતો કહે છે કે વધુ પડતી કેરી ખાવાથી આપણું વજન ઝડપથી વધી શકે છે. આનું કારણ એ છે કે કેરીમાં હાઈ કેલરી હોય છે. સાથે જ નેચરલ શુગરનું પ્રમાણ વધુ હોય છે. આ જ કારણ છે કે તેનું વધુ પડતું સેવન કરવાથી લોકોના શરીરનું વજન વધી શકે છે.


4) લો ફાઈબર-
કેટલીક કેરી એવી પણ છે જેમાં ફાઈબરનું પ્રમાણ તેની છાલ કરતાં ઓછું જોવા મળે છે. જેને લોકો સામાન્ય રીતે ખાતા નથી. આ પ્રકારની કેરી આપણી પાચન પ્રક્રિયાને સપોર્ટ કરતી નથી. એટલા માટે ડૉક્ટરો હંમેશા ફાઈબરથી ભરપૂર કેરી ખાવાની ભલામણ કરે છે. જે પાચન પ્રક્રિયા માટે વધુ સારી માનવામાં આવે છે.


5) એનાફિલેક્ટિક શોક-
વધુ પડતી કેરી ખાવાથી કેટલાક લોકોને એનાફિલેક્ટિક શોક લાગી શકે છે. આ એક પ્રકારની એલર્જીક પ્રતિક્રિયા છે જેમાં ઉબકા, ઉલટી અને આંચકા જેવા લક્ષણો અનુભવાય છે. જો આ પ્રતિક્રિયાની સમયસર સારવાર ન કરવામાં આવે તો વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે.


6) પેટથી જોડાયેલી સમસ્યા-
આરોગ્ય નિષ્ણાતોના મતે કેરીના વધુ પડતા સેવનથી જીઆઈ ડિસ્ટ્રેસ (ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ ડિસ્ટ્રેસ) થઈ શકે છે. તેમાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ IBS એટલે કે ઈરીટેબલ બોવેલ સિન્ડ્રોમને ઉત્તેજિત કરી શકે છે અને પાચનતંત્રને બગાડી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube