જેનેરિક દવાઓ અંગે વધુને વધુ લોકો જાગૃત થાય, જેનેરિક દવાઓ સુધીની પહોંચ વધે અને લોકોને આ દવાઓ ખરીદવા અને અજમાવવામાં મદદરૂપ થવા ભારતમાં જેનેરિક દવાઓની અગ્રણી ઓમની-ચેનલ રીટેઇલર મેડકાર્ટે હવે હિંદી અને ગુજરાતી એમ વધુ બે ભાષાઓમાં જેનેરિક દવાઓ માટેનું તેનું વિશિષ્ટ ડિજિટલ પ્લેટફૉર્મ લૉન્ચ કર્યું છે.આ અગાઉ આ વર્ષના પ્રારંભમાં મેડકાર્ટે બે વિશિષ્ટ પ્રકારના ઓનલાઇન પ્લેટફૉર્મ લૉન્ચ કર્યા હતા - એક પોર્ટલ અને એક એન્ડ્રોઇડને સપોર્ટ કરતી મોબાઇલ એપ્લિકેશન, જે ગ્રાહકોને જેનેરિક દવાઓ શોધવા, તેના અંગે જાણકારી મેળવવા અને તેને ખરીદવામાં પણ ઘણાં મદદરૂપ થયાં છે. હવે આ પ્લેટફૉર્મ પરનું તમામ વિષયવસ્તુ હિંદી તેમજ ગુજરાતીમાં પણ ઉપલબ્ધ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેવિગેટ કરવામાં સરળ આ પ્લેટફૉર્મ્સ હવે પ્રાદેશિક ભાષામાં 4,000થી વધારે દવાઓના મોલેક્યુલ્સમાંથી સૌથી પરવડે તેવા વિકલ્પ અંગેની માહિતી પૂરી પાડે છે અને ગ્રાહકને તેમાંથી પસંદગી કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત મેડકાર્ટ બે પ્લેટફૉર્મ્સ પર તેના વીડિયો એફએક્યૂને હિંદી અને ગુજરાતી ભાષાઓમાં રૂપાંતરિત કરવા પર પણ કામ કરી રહી છે.


પ્રાદેશિક ભાષાઓમાં વિષયવસ્તુ પૂરું પાડવાની આ પહેલને સમજાવતાં મેડકાર્ટના સહ-સ્થાપક અંકુર અગ્રવાલે જણાવ્યું હતું કે, ‘અંગ્રેજી એ વૈશ્વિક ભાષા છે અને કોઇપણ પ્લેટફૉર્મને વ્યાપક પહોંચ મેળવવામાં મદદરૂપ થાય છે પરંતુ તમે જો દેશના અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચ સ્થાપિત કરવા માંગતા હો તો પ્રાદેશિક અને સ્થાનિક ભાષાઓનો કોઈ વિકલ્પ નથી. મેડકાર્ટ ખાતે અમે સમજીએ છીએ કે જેનેરિક દવાઓને અપનાવવામાં સૌથી મોટો અવરોધ તેના અંગેની જાગૃતિનો અભાવ છે. આથી જ અમે જેનેરિક દવાઓ અંગે જાગૃતિ ફેલાવવા અને શક્ય હોય ત્યાં સુધી તેના અંગેની ખોટી માન્યતાઓને દૂર કરવા માટે આ પહેલ શરૂ કરી છે. તમે અમારી વેબસાઇટ પર જે વિષયવસ્તુ જોશો, તે મોટાભાગે જેનેરિક દવાઓની ગુણવત્તા અને મહત્ત્વને સમજાવવાને લગતી હશે.’


ઓછામાં ઓછા 90% ગ્રાહકો કે જેઓ જેનેરિક દવાઓ અંગે જાણકારી ધરાવે છે અને તેમાં રુચિ રાખે છે, તેઓ જેનેરિક દવાઓને અપનાવે છે. તો બીજી તરફ, 40% વૉક-ઇન-કસ્ટમરો કે જેમને જેનેરિક દવાઓ અંગે જાણકારી પૂરી પાડવામાં આવે છે, તેઓ પાછળથી તેને અપનાવે છે.


અંકુર અગ્રવાલે આગળ જણાવ્યું હતું કે, ‘આથી જ, વધુને વધુ જાગૃતિ પેદા કરવાથી મેડકાર્ટને ગ્રાહકોની દવાઓનું બિલ ઘટાડવામાં મદદ મળી રહેશે. એક ઓમની-ચેનલ ફાર્મસી હોવાથી મેડકાર્ટ સમગ્ર ભારતમાં ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પહોંચાડે છે. જોકે, અમારો મોટાભાગનો વ્યવસાય ગુજરાત અને અન્ય હિંદીભાષી રાજ્યોમાંથી આવે છે. આથી, જેનેરિક દવાઓના વિશ્વનું ઍક્સેસ પ્રાદેશિક ભાષાઓમાં પૂરું પાડતી વખતે અમે આ બે ભાષાઓની સાથે શરૂઆત કરી છે. અમે પ્રાદેશિક ભાષાઓમાં અમારા આ પ્લેટફૉર્મના સ્વીકરણ પરના પ્રતિભાવોનું વિશ્લેષણ કરીશું અને ત્યારબાદ બાકીની પ્રાદેશિક ભાષાઓ માટેની યોજના બનાવીશું.’


જેનેરિક દવાઓ માટેના મેડકાર્ટના બે પ્લેટફૉર્મનો ઉદ્દેશ્ય ફક્ત જેનેરિક દવાઓને રીટેઇલમાં વેચવાનો નથી પરંતુ તે ગ્રાહકોને જેનેરિક દવાઓ સમજાવવામાં, તેમને લખી આપેલી દવાઓના જેનેરિક વિકલ્પો શોધવામાં તેમજ સૂચિત નિર્ણય લઈ શકાય તે માટે કિંમતોને સરખાવવામાં મદદરૂપ થવાનો પણ છે. આ ઓમની-ચેનલ રીટેઇલર સમગ્ર પશ્ચિમ ભારતમાં 100થી પણ વધારે રીટેઇલ આઉટલેટનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યાં છે. 


પોતાની વિકાસયાત્રા આગળ વધારવા મેડકાર્ટે તેની ડિજિટલ ઉપસ્થિતિને સુદ્રઢ બનાવીને અને વધારીને ઈ-કૉમર્સમાં પ્રવેશ કર્યો છે, જે ભારતના પ્રમુખ શહેરોમાં તેની પહોંચ વધારશે. આ ઉપરાંત, આ પ્લેટફૉર્મ્સ દેશના તમામ પ્રમુખ મેટ્રો શહેરોમાં ઑર્ડર આપ્યાંનાં દિવસે જ અને અન્ય ભારતીય શહેરોમાં ત્રણથી પાંચ દિવસના અંતરાલે ગુણવત્તાયુક્ત અને પરવડે તેવી જેનેરિક દવાઓ પહોંચાડવામાં પણ મેડકાર્ટને મદદરૂપ થશે.