Sperm count: આજની દોડતી જિંદગીમાં સ્ત્રીઓની જેમ પુરુષો માટે પણ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેના માટે પુરૂષોએ ખાસ આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. મોટાભાગના લોકો વર્કઆઉટ કરવાનું તો યાદ રાખે છે, પરંતુ હેલ્ધી ફૂડ ખાતા નથી. જેના કારણે તેમને અનેક મુશ્કેલીઓ પડે છે. જો તમે હાલ નવા નવા લગ્ન કર્યા છે અને તમે પિતા બનવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે યોગ્ય આહાર અને પોષણ પર વિશેષ ધ્યાન આપવું પડશે. જ્યારે, અમે તમને અહીં જણાવીશું કે તમે તમારી સંભાળ કેવી રીતે રાખી શકો છો?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુરુષોએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ


દારૂ
જો તમે પિતા બનવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા તમે દારૂ પીવાનું છોડી દો. જો તમને દારૂની ખરાબ આદત હોય તો ચેતી જજો, દારૂના કારણે અનેક લોકોની જિંદગી ઉજળી ગઈ હોય તેવી અનેક ઘટનાઓ બન્યા છે. એટલું જ નહીં, તમને જણાવી દઈએ કે દારૂ તમારું પિતા બનવાનું સપનું ચકનાચૂર કરી શકે છે. તેના પાછળ પણ અનેક કારણો છે. દારૂ પીવાથી ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓછું થાય છે અને તમારા સ્પર્મ  કાઉન્ટ (શુક્રાણુંઓની સંખ્યા) ઘટવા લાગે છે, જેના કારણે બાળક પેદા કરવામાં અનેક મુશ્કેલીઓ પડે છે.


પ્રોસેસ્ડ મીટ
જો તમે માંસાહારી છો, તો પછી બેકન, હેમ, સલામી અને વધુ હોટ ડોગ્સ જેવા ખોરાક ખાવાનું છોડી દેજો. તે ફક્ત તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે જ જોખમી નથી, પરંતુ તે તમારા શુક્રાણુઓની સંખ્યાને પણ ઘટાડે છે. એટલું જ નહીં, તે તમારા વીર્યની ગતિશીલતા પણ ઓછી કરી નાંખે છે.


સંપૂર્ણ ચરબીયુક્ત દૂધ અને ડેરી ઉત્પાદન
જો તમને ડેરીની પ્રોડકક્સ વધુ પસંદ છે, તો સાવધાની રાખી દેજો. હવે તમારે આ આદતો બદલવી પડશે. એટલે કે હવે તમે દૂધ અને પનીર ભરપૂર માત્રામાં ખાવાનું શરૂ કરી દો. હકીકતમાં, સંપૂર્ણ ચરબીવાળી પ્રોડ્ક્સમાં ભરપૂર માત્રામાં એસ્ટ્રોજન હોય છે કારણ કે તે પ્રાણીમાંથી મળે છે, અને લોકો ઉત્પાદન વધારવા માટે પ્રાણીઓને સ્ટેરોઇડ્સ આપે છે, જે શુક્રાણુની ગુણવત્તાને ઘટાડે છે. તેથી જો તમારે દૂધ પીવું હોય, તો તમે તમારા આહારમાં બદામનું દૂધ અથવા ઓછી ચરબીવાળા ડેરી પ્રોડ્ક્સનો સમાવેશ કરી શકો છો. પરંતુ ફુલ ક્રીમ દૂધનું સેવન ટાળો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube