Health News: પુરૂષો આ ત્રણ વસ્તુનું કરે સેવન, મળશે ચમત્કારિક ફાયદા!
જો તમે પણ શારીરિક નબળાઈનો શિકાર છો તો આ સમાચાર તમારા કામના હોઇ શકે છે. આ સમયે પુરૂષોમાં ઘટતા સ્પર્મ કાઉન્ટની (Sperm Count) સમસ્યા ઝડપથી વધી રહી છે. તેનું કારણ જંક ફૂડ હોઈ શકે છે. આ ઉપરાંત ખોટી આદતો પણ પુરૂષોના સ્વાસ્થ્ય (Health) પર ખરાબ અસર પાડે છે
નવી દિલ્હી: જો તમે પણ શારીરિક નબળાઈનો શિકાર છો તો આ સમાચાર તમારા કામના હોઇ શકે છે. આ સમયે પુરૂષોમાં ઘટતા સ્પર્મ કાઉન્ટની (Sperm Count) સમસ્યા ઝડપથી વધી રહી છે. તેનું કારણ જંક ફૂડ હોઈ શકે છે. આ ઉપરાંત ખોટી આદતો પણ પુરૂષોના સ્વાસ્થ્ય (Health) પર ખરાબ અસર પાડે છે. જો સમય રહેતા ખોટી આદતોમાં સુધારો કરવામાં ન આવે તો સ્પર્મ કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે અને પુરૂષોની ફર્ટિલિટી (Fertility) પર ઘણી અસર પડે છે.
સ્પર્મની ક્વોલિટી (Sperm Quality) અને ક્વોન્ટિટી વધારવા માટે લોકો જુદા જુદા પ્રકારની દવાઓ (Medicine) ખાતા હોય છે. તેમ છતાં કોઈ ઉપાય મળતો નથી. આજે અમે તે વસ્તુઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેના સેવન કરી તમે ઘટતા સ્પર્મ કાઉન્ટની (Sperm Count) સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
આ પણ વાંચો:- Kiss Day: ચુંબનના છે અઢળક ફાયદા, વજન અને બીપીની સમસ્યાવાળા તો ખાસ વાંચે
સુકા અંજીરનું સેવન કરો
સુકા અંજીર (Dried Fig) સ્વસ્થ્ય માટે ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. તેને દરરોજ ખાવાથી પુરૂષોની ફર્ટિલિટી (Fertility) સારી બને છે અને તેનાથી સ્પર્મ કાઉન્ટમાં (Sperm Count) વધારો થાય છે. અંજીર વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. શરીરને ઘણા પ્રકારની બીમારીઓથી દૂર રાખે છે. અંજીરમાં વિટામિન B6, પેન્ટોથેનિક એસિડ અને કોપર હોય છે. આ ઉપરાંત ફાયબરનો પણ સારો સ્ત્રોત છે અંજીર. તેથી તેને ખાવાથી ફર્ટિલિટીમાં વધારો થાય છે.
આ પણ વાંચો:- જો તમે આ વસ્તુનું સેવન કરશો તો પેટ ભરીને પસ્તાશો
સુકી દ્રાક્ષ પણ ફાયદાકારક
સુકી દ્રાક્ષ (Dried Raisins) ખાવાથી પણ પુરૂષોને ઘણા પ્રકારની ગંભીર સમસ્યાઓથી છૂટકારો મળે છે. સુકી દ્રાક્ષમાં વિટામિન A નું પ્રમાણ ઘણું વધારે હોય છે. જે પુરૂષોની તમામ સમસ્યાઓ માટે ફાયદાકારક હોય છે. દરરોજ સુકી દ્રાક્ષ ખાવાથી પુરૂષોના સ્પર્મ કાઉન્ટ (Sperm Count) અને સ્પર્મ ક્વોલિટીમાં (Sperm Quality) વધારો થાય છે.
આ પણ વાંચો:- ખાલી પેટે રોજ આ વસ્તુ ખાવાથી અનેક બીમારીઓ થશે દૂર, જાણો એક ક્લિક પર
ખજૂરના ફાયદા
હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર ખજૂરને (Dates) લઇને ઘણા પ્રકારના રિસર્ચ થયા છે. જેમાં જાણવા મળ્યુ કે, ખજૂર ખાવાથી સ્પર્મ કાઉન્ટ અને ક્વોલિટીમાં વધારો થાય છે અને રિપ્રોડક્ટિવ સિસ્ટમ સ્વસ્થ થયા છે. ખજૂરમાં એસ્ટ્રાડિઓલ અને ફ્લેવોનાઈડ્સ નામના બે મુખ્ય કંપાઉન્ડ મળે છે. જે આ પુરૂષો માટે ખાસ બને છે.
આ પણ વાંચો:- પેઢામાંથી લોહી નીકળે છે? તો પછી આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, સમસ્યા થશે દૂર
ડિસ્ક્લેમર: આર્ટિકલમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટી કરતા નથી. જો તમે કોઈપણ પ્રકારની બીમારીથી ગ્રસ્ત છો તો આ જાણકારી પર અમલ કરતા પહેલા ડોક્ટર પાસેથી સલાહ જરૂરથી લો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube