થિયેટરમાં મૂવી જોવી હોય કે ઘરે, પોપકોર્ન બાળકો અને પુખ્ત વયના લોકો બધાને ખુબ જ ગમે છે.  કેટલાક લોકો ઓર્ગેનિક પોપકોર્ન પસંદ કરે છે જ્યારે કેટલાક લોકો માઇક્રોવેવ પોપકોર્ન ખાવાનું પસંદ કરે છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું હેલ્થ માટે બેસ્ટ છે? ન્યુટ્રિશનિસ્ટના મતે માઈક્રોવેવ પોપકોર્નમાં ઘણા બધા કેમિકલ હોય છે જે હેલ્ધી નથી. તે વધુ પડતી ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યુટ્રિશનિસ્ટ્સના મતે, માઇક્રોવેવ પોપકોર્નમાં સૌથી મોટો ખતરો મકાઈ નહીં, પરંતુ બેગથી છે. આ બેગ સામાન્ય રીતે પ્લાસ્ટિકની બનેલી હોય છે. PFAS તરીકે પણ ઓળખાય છે. આ થેલીઓ કેન્સર, વંધ્યત્વ અને અન્ય ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. તો તમારે શું કરવું જોઈએ? ફક્ત ઓર્ગેનિક પોપકોર્ન પસંદ કરો જે ઘરે સરળતાથી તૈયાર કરી શકાય.


પોપકોર્ન કેવી રીતે બનાવવી
તો તમારે શું કરવું જોઈએ? ફક્ત ઓર્ગેનિક પોપકોર્ન પસંદ કરો જે ઘરે સરળતાથી તૈયાર કરી શકાય. ફક્ત તવાને ગરમ કરો, અને તેમાં એક ચમચી તેલ અથવા બટર નાખો. તમે તેમાં એવોકાડો તેલનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તેલ ગરમ થઈ જાય, ત્યારે તેમાં પોપકોર્નના દાણા નાંખો અને ઢાંકણ રાખીને મધ્યમ આંચ પર રહેવા દો.


ઓર્ગેનિક પોપકોર્ન શરીર માટે સારા છે. માઇક્રોવેવ પોપકોર્ન ઓર્ગેનિક પોપકોર્ન કરતાં પણ વધુ મોંઘા હોય છે. તેમાં ઓર્ગેનિક પોપકોર્ન કરતાં વધુ સોડિયમ અને હાઇડ્રોજનયુક્ત તેલ (ટ્રાન્સ-ફેટ) પણ હોય છે. માઇક્રોવેવ પોપકોર્ન ખાવાથી લાંબા ગાળે હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. 


આ પણ વાંંચો:
રાહતના સમાચાર, વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું, 9 જિલ્લામાં વરસાદની આગાહી
શનિવારનો દિવસ અને શનિ થશે વક્રી, આ 3 રાશિઓ માટે વક્રી શનિ અશુભ, જીવનમાં વધશે સંકટ

ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube